કોઈ એ નહી વિચાર્યું હોય દીકરી ની આવી રીતે વિદાય થશે ! અંતિમ યાત્રા મા ગામ આખુ હીબકે ચડ્યું
વિધિના લેખ ક્યારેક એવા લખાઈ જાય છે, જેના લીધે માત્ર એક વ્યક્તિનું જીવન નહીં પરંતુ અનેક લોકોના જીવન પર તેની અસર કરે છે. હાલમાં જ એક દીકરીના લગ્નનાં દિવસે જ મુત્યુ થતા પિતાના ઘરે થી ડોલીમાં બેસીને વિદાય થવાને બદલે નનામી નીકળી! ખરેખર આ ઘટના સાંભળતા જ જો આંખોમાં આંસુઓ આવી જાય તો, વિચાર કરો કે એ પરિવાર પર શું વીતી હશે જેમની સાથે આ ઘટના ઘટી છે. પરિવારમાં જો કોઈ નજીકના વ્યક્તિનું નિધન થાય તો પણ શોકમગ્ન વાતાવરણ બની જાય છે. ત્યારે આ ઘરમાં તો એ જ દીકરી સૌ કોઈને છોડીને ચાલી ગઈ જેના લગ્ન હતા.
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના કંકોડાઈ ગામે સોલંકી પરિવારમાં દીકરીની જાનના આગમન પહેલા દિકરીનું બ્લડ પ્રેશર ઓછું થઈ જતા દીકરીનું અવસાન થયું હતું. જેના કારણે સોલંકી પરિવારની પ્રેમની લાગણી શોકમાં પલટાઈ ગઈ હતી.સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, ચંદ્રસિંહ સોલંકીના દીકરી વંદનાબાના લગ્ન વડદલા ગામના દેવેન્દ્રસિંહ સાથે નક્કી થયા હતા.
તા.23 ના રોજ બપોરના ત્રણ વાગ્યે વંદનાબા પ્રભુતામાં પગલાં માડવાની હતી પરંતુ એ પહેલા જ દુઃખદ ઘટના બની. રીત રિવાજ મુજબ ગણેશ સ્થાપના ,ગ્રહ શાંતિ સહિતની તમામ વિધી તા.21 અને 22 જાન્યુઆરીએ પૂરી થઈ ગઈ હતી. તા.22 જાન્યુઆરીએ રાત્રે ગરબાનો કાર્યક્રમ હતો. પરિવારજનોની સાથે વંદનાબા પણ ઉત્સાહભેર ગરબા રમ્યા હતા. બીજા દિવસે તા.23ના રોજ હસ્તમેળાપ હતો.
જાનના દિવસે જ વંદનાબાને અચાનક ચક્કર આવી જતા તેઓ પડી ગયા જતા તેને તાત્કાલિક સારવાર માટે વંદનાને ઘોઘંબાની રેફરલ હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવી હતી. જ્યાં ડ્યૂટી પર રહેલા તબીબોએ વંદનાની તપાસ કરતા કહ્યું હતું કે, બ્લડ પ્રેશર ઘટી જવાને કારણે દીકરીનું અવસાન થયું છે. આ ઘટના ઘટતા જ બંને પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. ખરેખર આ દુઃખ ઘટના લીધે પળ ભરમાં લગ્નના ગીતો ને બદલે આગણું મરશિયા થી ગુંજી ઉઠ્યું! મૃતક ની આત્માને શાંતિ મળે એજ ઈશ્વરને પ્રાર્થના.
