Gujarat

અંબાલાલ પટેલ ફરી કરી મોટી આગાહી ! ખેડુતો ને ચેતવ્યા કે આ તારીખે માલઠા સાથે કરા…

હાલમાં તો જાણે ગુજરાત મીની હિમાલય બની ગયું હોય એવું લાગી રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી સતત ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. થોડા દિવસ પહેલા જ હવામાન વિભાગ તેમજ અંબાલાલ પટેલ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી હતી કે, ગુજરાતનાં જિલ્લાઓમાં કોલ્ડ વેવ રહેશે. ત્યારે ફરી એક વખત આગાહી કરતા ખેડૂતો ને ચેતવણી આપી છે. ત્યારે ચાલો અમે આપને જણાવીએ કે, આખરે એવી તે શું જાહેરાત કરવામાં આવી છે.

હાલમાં જ હવામાન વિભાગ દ્વારા મુજબ મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં ફરી એકવાર વરસાદ જ નહિ પણ કરા પડવાની આગાહી કરવામાં આવી છે. 30 અને 1 જાન્યુઆરીએ રાજ્યમાં વાદળો તો છવાશે જ, સાથોસાથ 1 થી 3 ફેબ્રુઆરીમાં કમોસમી વરસાદની શક્યતા છે. આ વર્ષે ચોમાસુએ પણ અંત સુધી રહ્યું છે અને શિયાળાની ઋતુમાં પણ અનેક વખત માવઠું પડ્યું છે.

એક તરફ કડકડતી ગુલાબી ઠંડી અને બીજી તરફ કમોસમી માવઠું અને તેની સાથે કરા વરસાવાની શક્યતાઓ છે. આવું થવાનું એક કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. આટલેથી આ વાતાવરણ નહિ અટકે, તારીખ 10 થી 17 ફેબ્રુઆરી વચ્ચે ફરી હવામાનમાં પલટો આવશે. ખેડૂતો ચેતી જવું જોઈએ અને પોતાના પાકનું સરક્ષણ કરવું જરૂરી છે.

ફેબ્રુઆરીમાં ચાર-પાંચ દિવસને બાદ કરતા ફરીથી બીજા સપ્તાહમાં વાતાવરણ બદલાવાની સાથે ખેડૂતોએ પણ 1 થી 3 ફેબ્રુઆરી અને બીજા સપ્તાહના મધ્યમાં પોતાના ખેતરમાં રહેલા પાકની વિશેષ કાળજી લેવી પડશે. આજ્યના હવામાન વિભાગે ઠંડી ઘટવાના સંકેત આપી દીધા છે. રાજ્યમાં 2-3 દિવસ બાદ ઠંડીમા ઘટાડાની આગાહી કરી છે. અને તાપમાનમાં 2થી4 ડીગ્રીનાં વધારાનાં સંકેત પણ આપ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!