સોશ્યલ મીડિયા ઈનફ્લુએન્સર “હિન્દુસ્તાની ભાઉ” પોલીસ ની પકડમાં લાગ્યો મોટો આરોપ મહારષ્ટ્રમાં વિધાર્થીઓ….
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલનો સમય ઇન્ટરનેટ અને સોશ્યલ મીડિયાનો છે. હાલમાં લોકો અનેક સોશ્યલ મીડિયા માધ્યમો ઉપયોગ કરે છે, લોકો દ્વારા આવા માધ્યમોનો ઉપયોગ એક બીજા સાથે સંપર્કમાં રહેવા અથવા તો કોઈ માહિતી કે અન્ય વસ્તુઓ ની આપ લે માટે કરવામાં આવે છે. ઘણી વખત લોકો પોતાના અનોખા અંદાજ ના કારણે સોશ્યલ મીડિયા પર છવાઈ જાય છે. જેને આપણે સૌ સોશ્યલ મીડિયા ઈનફ્લુએન્સર તરીકે ઓળખીએ છીએ.
અમુક લોકો સોશ્યલ મીડિયા ના આવા માધ્યમ દ્વારા પોતાના વિચારો અને પોતાની વાત લોકો સમક્ષ મુક્ત હોઈ છે. હાલમાં એક આવી જ વ્યક્તિ સોશ્યલ મીડિયા પર ઘણી વાયરલ છે. આ વ્યક્તિ નું નામ વિકાશ પાઠક છે. મિત્રો આપણે સૌ વિકાશ પાઠક ને ” હિન્દુસ્તાની ભાઉ ” તરીકે ઓળખીએ છીએ. તેઓ પોતાની બોલવાની છટા અને બે બાક બોલી ના કારણે લોકોમાં ઘણા લોકપ્રિય છે. અને લોકોને તેમના વિચારો જાણવા પણ ગમે છે.
પરંતુ હાલમાં આ હિન્દુસ્તાની ભાઉ પર સંકટ ના વાદળો છવાઈ ગયા છે. કારણ કે હાલમાં પોલીસ દ્વારા હિન્દુસ્તાની ભાઉ ની ધરપકડ કરવામાં આવી છે તેમના પર વિધાર્થીઓ ને ઉક્સાવવાનો ગંભીર આરોપ મુકવામાં આવ્યો છે. મિત્રો જો વાત આ આખા બનાવ વિશે વિગતે કરીએ તો આ બનાવ મહારાષ્ટ્રનો છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં આપણો દેશ અને આખી દુનિયા કોરોના નામની મહામારી સામે લડી રહી છે.
તેવામાં જ્યાં થોડા સમય પહેલા દેશે લોકડાઉન નો સામનો કર્યો હતો ત્યારે હવે ધીરે ધીરે આખી દુનિયા ફરી ખુલી રહી છે. પરંતુ કોરોના વધે નહિ એ માટે અમુક નિયંત્રણ પણ મુકવામાં આવ્યા છે. આવા જ નિયંત્રણ પૈકી અમુક સમય માટે શાળા કોલેજો ને ઓફલાઈન શિક્ષણ બંધ કરીને વિધાર્થીઓ ના હિત માં ઓનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. જો કે હવે સ્થિતિ સામાન્ય થઇ ગઈ છે. અને કોરોનનો ખતરો હળવો બન્યો છે તેવામાં ફરી વખત શાળા અને કોલેજો ને ઓફલાઈન શરૂ કરવામાં આવ્યા છે. અને આવી રહ્યા છે.
આ બાબત ને લઈને મુંબઈ માં 10 અને 12 માં ધોરણ ના વિધાર્થીઓ દ્વારા મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે. આ વિરોધ પ્રદર્શન આવનારી પરીક્ષા બાબતે છે. વિધાર્થીઓ ની ઈચ્છા છે કે આવનારી બોર્ડ ની પરીક્ષાઓ ઓફલાઈન ને બદલે ઓનલાઇન લેવામાં આવે જે માંગ ને લઈને વિધાર્થીઓ પ્રદર્ષન કરી રહ્યા છે. જો કે અમુક સ્થળો પર પોલીસ દ્વારા વિધાર્થીઓ પર લાઠી ચાર્જ પણ કરવામાં આવ્યો છે. જો કે હાલમાં આ ઘટના ને લઈને પોલીસે હિન્દુસ્તાની ભાઉ ની ધરપકડ કરી છે.
એવી આશંકા છે કે હિન્દુસ્તાની ભાઉ દ્વારા જ વિધાર્થીઓ ને ભડકાવવામાં આવ્યા અને મુંબઈમાં સ્કૂલ શિક્ષા મંત્રી વર્ષા ગાયકવાડ ના ઘર ની બહાર પ્રદર્શન કરવા કહ્યું. હાલમાં આ બાબત ને લઈને મહારાષ્ટ્ર ભાજપ પણ વિધાર્થીઓ સાથે છે. ભાજપ દ્વારા સીએમ ઉદ્ધવ ઠાકરે ને આ બાબત ને લઈને ગંભીર વિચાર કરવા અને બાળકો ઉપર થઇ રહેલા લાઠી ચાર્જ ને રોકવા અંગે નિવેદન કરવામાં આવ્યું છે. જો કે વિધાર્થીઓ ના વિરોધ ઉપરાંત આ વર્ષની 10 માં અને 12 માં ધોરણો ની પરીક્ષાઓ 25 ફેબ્રુઆરી અને 14 ફેબ્રુઆરી ના રોજ લેવામાં આવશે.
