GujaratIndia

કિશન ભરવાડ હત્યા કેશમાં નવા આરોપીનું નામ સામે પાકિસ્તાની આતંકી સંગઠન સાથે પણ મળ્યા હત્યાના તાર….

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે છેલ્લા થોડાક સમયથી ગુજરાત નું વાતાવરણ ગરમાયેલ છે. કારણકે થોડા સમય પહેલા જ બે વ્યક્તિઓ દ્વારા ધંધુકા ના કિશન ભરવાડ નામના યુવકની ગોળી મારી ને હત્યા કરી હતી. જે બાદ તપાસ માં માલુમ પડ્યું હતું કે આ બંને વિધર્મિ લોકો હતા કે જેમણે મૌલાના ના ભડકાઉ ભાષણો ના કારણે કિશન ભરવાડ ની એક ધાર્મિક પોસ્ટ ને લક્ષ માં લઈને તેમની હત્યા કરી હતી.

જે બાદ પોલીસ તપાસ માં આ હત્યા ના તાર પાકિસ્તાન અને દિલ્હી ના મૌલાના સુધી પહોંચતા હાલ પોલીસ દ્વારા તમામ આરોપીઓ ની ધરપકડ કરી છે જે બાદ સ્લિપરશેલ અંગે ના દાવાઓ પણ સામે આવ્યા છે. જે ઘણો ચિંતાનો વિષય છે. મિત્રો આ કેશ માં પોલીસ દ્વારા જેમ વધુ ને વધુ તપાસ થઇ રહી છે તેમ તેમ અનેક નવી કડીઓ જોડાઈ રહી છે અને આ કેશ વધુ જટિલ બનતો હોઈ તેવું લાગે છે.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં રાજ્યની જનતા કિશન ભરવાડ ના મૃત્યુ ને લઈને ઘણી ભાવુક છે તેવામાં લોકો દ્વારા કિશન ભરવાડ ના આરોપીઓ ને જલ્દી સજા મળે તેવી માંગ કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે આ બનાવ ને લઈને પોલીસને હાલ નવા આરોપી અને પુરાવાઓ મળ્યા છે. મિત્રો જણાવી દઈએ કે કિશન ભરવાડ ની મૃત્યુ જે બંધુક દ્વારા થઇ તે બંધુક મૌલાના સુધી પહોંચાડનાર વ્યક્તિ અને આરોપી અજીમ સમાની ની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

મિત્રો જણાવી દઈએ કે આ અજીમ ને રાજકોટ ના જંગલેશ્વર માં રહેતા રમીઝ સેતાએ ગન આપી હોવાનું સામે આવ્યું છે. જો કે આ માહિતી મળ્યા બાદ રમીઝ પોલીસથી ભાગી રહ્યો હતો. જો કે હવે તેની પણ ધરપકડ પોલીસ દ્વારા થઇ ગઈ છે. જણાવી દઈએ કે પોલીસે ભાવનગર ના ઢસાથી આરોપી રામીઝની ધરપકડ કરી છે.

જો કે હાલમાં પોલીસ દ્વારા આ તમામ આરોપીઓ ની પુછ પરછ કરી રહ્યા છે. જેમાં ઘણા ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. મિત્રો ATS ની ટિમ ને કિશન ભરવાડ હત્યા ના આરોપી મૌલાના કમરગની ઉસ્માની અંગે જાણવા મળ્યું છે કે તે પાકિસ્તાન ના કરાંચીમાં આવેલા દાવત એ ઇસ્લામી સંગઠન સાથે જોડાયેલો છે. જણાવી દઈએ કે આ સંગઠન દેશના અલગ અલગ ભાગોમાં ઇસ્લામિક એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે.

આ લોકો એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ના નામે માસુમ યુવાનો ને ઉશ્કેરવાનું કામ કરે છે. અને તેમને જેહાદ કરવા માટે જણાવે છે. મિત્રો પાકિસ્તાનનુ આ દાવત એ ઇસ્લામી સંગઠન ભારત માં ગઝવે હિન્દ નામનું દેશ વિરોધી ગતિ વિધિઓ કરે છે. આ ઉપરાંત મૌલાના કમરગની ઉસ્માની અન્ય આતંકી સંગઠનો અને ત્રિપુરા માં થયેલી ઝડપ માં પણ સામેલ હોવા અંગે આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!