કિશન ભરવાડ હત્યા કેસ મા ગીતાબેન રબારી શુ નવેદન આપ્યુ? જુવો વિડીઓ
કિશન ભરવાડની ઘટના હવે માત્ર ધંધુકા ગામની નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં તેની અસર વર્તાય રહી છે. તેમજ હિન્દૂ ધર્મના તમામ લોકો કિશન ને ન્યાય અપાવવા સરકારને અપીલ કરી રહ્યા છે, ત્યારે ગુજરાતનાં તમામ લોકસાહિત્યકાર, હાસ્યકલાકાર અને કલાજગતના કલાકારો પણ આગળ આવ્યા છે, સૌ લોકોએ કિશન ભરવાડ ને ન્યાય આપવા માટે અપીલ કરી છે. આ ઘટના પરથી એ તો કહી શકાય કે કોઈપણ ક્ષેત્રના કલાકારો માત્ર પોતાની કલા થકી લોકોનું મનોરંજન નથી કરતા પરતું જ્યારે આવી ઘટનાઓ બને છે, ત્યારે સમાજમાં પડખે ઉભા રહીને દરેક સહકાર આપે છે.
લોક સાહિત્યકાર અને કલાકારોએ કિશન ભરવાડને ન્યાય અપાવવા અપીલ કરી છે. ત્યારે હવે ગુજરાતની લોકપ્રિય ગાયિકા ગીતા રબારી પણ કિશન ને ન્યાય અપાવવા માટે આગળ આવ્યા છે અને પોતાનું નિવેદન આપ્યું છે. ત્યારે ચાલો અમે આપને જણાવીએ કે, આખરે ગીતાબેન રબારી એ શું કહ્યું. ખરેખર માલધારી સમાજ ને પડખે દરેક લોકો ઉભા છે અને કિશન ન્યાય આપવા માંગણી કરી રહ્યા છે.
ગીતાબેન રબારી કહ્યું છે કે, કિશન ભરવાડની હત્યાનાં કાવતરામાંજે પણ આરોપી છે તે તમામ લોકો ને સજા મળે એ મારી સરકારને વિનંતી છે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને. હું મારા ધર્મ સાથે જોડાયેલી છું અને હું મારા ધર્મ માટે પડખે ઉભી જ રહીશ. ખરેખર ગીતાબેન નાં આ નિવેદન થી કિશન ને ન્યાય અપાવવા સરહાનીય કાર્ય કર્યું છે. હાલમાં જ્યારે દરેક વ્યક્તિઓ આગળ આવી રહ્યા છે, ત્યારે ગીતાબેન સમાજમાં પોતાનું યોગાદાન આપીને પોતાના ધર્મની રક્ષા અર્થે આગળ આવ્યા છે.
કિશનની હત્યાના પડઘા ચોરેતરફ ફેલાઈ ગયા છે, ત્યારે હવે દરેક વ્યક્તિઓની એક જ માંગ છે કે તાત્કાલિક તમામ આરોપીઓ ને આકરમાં આકરી સજા આપવામાં આવે અને અનેક વ્યક્તિઓ એ ફાંસી ની પણ માંગ કરી છે. ખરેખર આવી પહેલીવાર આવી ઘાતક ઘટના બની છે કે માત્ર વિડીયોના લીધે કોઈ વ્યક્તિનો જીવ લેવામાં આવ્યો છે. આ ઘટના હિન્દૂ ધર્મ અને ભારત દેશ માટે ખૂબ જ કરુણ દાયક બની છે.
