Gujarat

ડ્રગ પેડલર નો લેડી ડોન જેવો અંદાજ ! ફીલ્મી ડાયલોગ સાથે વિડીઓ થયો વાયરલ.

પૂરુષો ની બરોબરી સ્ત્રીઓ કરી જ રહી છે અને આ વાત તો દરેક વ્યક્તિ સ્વીકારે જ છે, કારણ કે આજના સમય દરેક ક્ષેત્રોમાં પૂરુષો થી પણ આગળ સ્ત્રીઓ છે. કહેવાય છે ને આ જગતમાં ક્યારેય કોઈ વ્યક્તિ એક સમાન નથી હોતા. આજે અનેક દીકરીઓ અને મહિલાઓ દેશનું ગૌરવ વધારી રહી છે, ત્યારે આવા સમયગાળામાં અનેક એવી મહિલા ઓ પણ છે જે નારી ને નામે કલંક છે.ત્યારે ચાલો હાલમાં જે મહિલા ચર્ચામાં છે તે લેડી ડોન વિશે જાણીએ.

સૌરાષ્ટ્રનાં રાજેકોટમાં ડ્રગ્સનું દુષણ ફેલાવવામાં અને ડ્રગ્સની ચૂંગાલમાં ફસાવી યુવાનોની જીંદગી બરબાદ કરી નાખવાનાં ગુનામાં નામ ખુલ્યું છે, તેવી સુધા ધામેલીયાના ત્રાસથી કંટાળી ગઈકાલે એક યુવાને આપઘાત કર્યો છે. ત્યારે હાલના જ આ લેડી સુધા નો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.પોલીસ-પ્રશાસનને પડકારતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે

સૌથી મહત્વની વાત એ છે કે, તેને પોલીસ સામે પડકાર ફેંક્યો છે અને વીડિયોમાં તેના હાથમાં પિસ્તોલ છે અને આ વિડીયોમાં એક ડાયલોગ તેણે મૂક્યો છે કે કે, ‘ઈજ્જત સે જીને કા,કિસી સે નહીં ડરને કા…ન પુલીસ સે…ન ગુંડો સે.., ન MLA સે, ન મંત્રી સે..’ હાલ આ વીડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.રાજકોટના રૈયાધાર અને જંગલેશ્વર વિસ્તારમાં માદક પદાર્થનું વ્યાપક પ્રમાણમાં વેચાણ થવા પામી રહ્યા સામે આવ્યું.

મુખ્ય ડ્રગ-પેડલર તરીકે સુધા ધામેલિયા નામની મહિલાનું નામ ખૂલ્યું હતું. ગત 28 જૂન 2021ના રોજ પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી સુધાને પકડી પાડી હતી. તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં તેને ગુજરાત હાઈકોર્ટમાંથી જમીન મળ્યા હતા. ત્યારબાદ તેણે ફરી માદક પદાર્થનો ધંધો શરૂ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!