કીશન ભરવાડ હત્યા કેસ મે વધુ ત્રણ ની ધરપકડ ! આવી રીતે હત્યારાઓ ની મદદ કરી હતી..
કિશનની હત્યા નો કેસ દિવસે ને દિવસે વધુ ગુંચવાય રહ્યો છે. કોયડાનો ઉકેલ આવે એ પહેલાં તો આ કેસની લઈને અનેક એવી બાબતો બની રહી છે, જેના વિશે જાણીને તમે પણ ચોંકી જશો. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, કિશન ભરવાડ મર્ડર કેસ મામલે ગુજરાત ATSની ટીમ એ ગઈકાલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. સૌથી મહત્વની વાત એ છે કે, કિશનની હત્યા બાબતે અત્યાર સુધીમાં બે મૌલા નાં સહિત 10 લોકો ની ધરપકડ કરવામાં આવી છે.
બે આરોપીઓએ કિશનના હત્યારા શબ્બીરને હથિયાર આપવામાં મદદ કરી હતી જ્યારે એકે ભાગવામાં મદદ કરી હતી.આરોપીઓની વધુ પૂછપરછ કરી રહી છે.સૂત્ર મુજબ આપણે જાણીએ છે કે, કિશન ભરવાડ મર્ડર કેસમાં આ પહેલા શબ્બીર ચોપડા, ઇમ્તિયાઝ તથા બે મૌલવી કમરગની ઉસ્માની અને ઐયુબ જાવરવાલા તથા અજીમ સમા, વસીમ બચા, અજીમ સમાને હથિયાર આપનાર રમીઝ સેતા મળીને કુલ 7લોકોની ધરપકડ થઈ ચૂકી હતી.
ગુજરાત ATSએ મુજબ, મૌલાના કમર ગનીએ છેલ્લા 6 મહિનામાં ગુજરાતનાં અલગ-અલગ શહેરોની મુલાકાત લીધી હતી. હત્યાના ષડયંત્રમાં વધુ મૌલવીઓનાં નામ આવી શકે છે. કટ્ટરવાદી વિચારધારા ધરાવતા મૌલાના કમર ગની ઉશ્કેરણીજનક ભાષણો આપે છે.
આ કેસમાં અત્યાર સુધીમાં શબ્બીર ચોપડા, ઇમ્તિયાઝ તથા બે મૌલવી કમર ગની ઉસ્માની અને ઐયુબ જાવરવાલા તથા અજીમ સમા, વસીમ બચા, અજીમ સમાને હથિયાર આપનાર રમીઝ સેતા મળીને કુલ 7 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. આ ઉપરાંત મહમદરમીઝ સલીમભાઈ સેતા, મહંમદહુસેન કાસમ ચૌહાણ, મતીન ઊસમાનભાઈ મોદનની ધરપકડ કરી છે.
