સફાઈ કરનાર વ્યક્તિની પુત્રીની જાન ! વર હાથી ઘોડા સાથે પહોંચ્યો શાહી અંદાજમાં જોઈને ગામના લોકો પણ..જુઓ તસવીરો..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લગ્નનો સમય ગાળો ચાલી રહ્યો છે તેવામાં લગ્નના આ સમયમાં અનેક લોકો પોતાના જીવનસાથી સાથે લગ્નના પવિત્ર બંધનમાં જોડાઈ જશે. આ સમયગાળા માં અનેક યુગલો એક બીજાને સાત જન્મો સાથે રહેવાના અને પોતાનું જીવન રાજી ખુશીથી એક સાથે વિતાવવાના વચનો આપશે. આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશમાં લોકો લગ્નને ઘણું મહત્વ આપે છે.
આપણા દેશમાં લગ્નને એક તહેવાર ની જેમ ઉજવવામાં આવે છે. લગ્નને કારણે બે વ્યક્તિ નહિ પરંતુ બે પરિવારો એક બીજા સાથે જોડાઈ જાય છે. લગ્નને લઈને દરેક લોકોમાં ઘણો જ ઉત્સાહ હોઈ છે. માટે જ લગ્નના પહેલા જ લગ્નને લઈને અનેક તૈયારીઓ શરૂ થઇ જાય છે. આ ઉપરાંત જેમના લગ્ન હોઈ છે તેમની તો વાતજ શું કરવી ? આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિના જીવનમાં લગ્ન ઘણું મહત્વ ધરાવે છે.
જેના કારણે વ્યક્તિ ઈચ્છે છે કે પોતાના લગ્નનમાં પોતાના સ્વજનો અને મિત્રો હાજર હોઈ. દરેક વ્યક્તિની ઈચ્છા પોતાના લગ્નને વધુ ને વધુ યાદગાર બનાવવાની હોઇ છે આ માટે વર અને કન્યા ઉપરાંત તેમના પરિવાર દ્વારા લગ્નને લઈને ઘણા ખાસ પપ્રકારની તૈયારીઓ કરવામાં આવે છે. જેમાં લગ્નની જાન, લગ્નનું ડેકોરેશન, વર કન્યા ના પોશાક લગ્નના ડાન્સ અનેક બાબતો નો સમાવેશ થાય છે.

આપણે અહીં એક એવાજ લગ્ન વિશે વાત કરવાની છે કે જે હાલમાં ઘણા ચર્ચામાં છે. જો વાત આ લગ્ન અંગે કરીએ તો જણાવી દઈએ કે લગ્નનો આ બનાવ રાજસ્થાનના ભરતપુર જિલ્લાનો છે અહીં સફાઈ કામદારની દીકરીના લગ્ન માટે જયપુરથી જાન આવી હતી. કેજે હાલમાં ચર્ચામાં છે. જો વાત આ જાન અંગે કરીએ તો આ જાન શાહી રીતે નીકળી હતી. આ જાન હાથી-ઘોડા-ઉંટ પર નીકળી હતી.

જો વાત આ લગ્નના વર અને કન્યા અંગે કરીએ તો વર નું નામ આશુ છે કે જે લગ્ન માટે ભરતપુરના રૂપવાસમાં પહોંચ્યા હતા જયારે કન્યા નું નામ કૃષ્ણા છે. જણાવી દઈએ કે આ લગ્ન વાલ્મિકી સમાજના પરિવારમાં થયા હતા. પુત્ર આશુ ના લગ્નને લઈને તેમના પિતા અને પરિવાર ઘણા હરખમાં હતા આશુના પિતાનું સ્વપ્ન હતું કે તેમનો પુત્ર હાથી, ઘોડા અને ઊંટ ઉપર લગ્ન કરવા જાય. જે બાદ આશુએ પણ પિતાનું સપનું પૂર્ણ કર્યું અને તેમની ઈચ્છા મુજબ જાન નીકળી.

જો કે જયારે હાથી-ઘોડા-ઉંટ પર જાન નીકળી ત્યારે આસ પાસ ના વિસ્તારના લોકો તેને જોઈને સ્તબ્ધ થઈ ગયા. જે બાદ દરેક જગ્યાએ જાનનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. જાન ને જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. હવે જો વાત વર અને કન્યા ના પરિવાર અંગે કરીએ તો જણાવી દઈએ કે આશુને એક મોટો ભાઈ છે, તેના લગ્ન લગભગ 2 વર્ષ પહેલા થયા હતા. જયારે કૃષ્ણાને બે બહેનો અને ત્રણ ભાઈઓ છે. ક્રિષ્ના સૌથી નાની બહેન છે. આશુ હાલમાં ભણે છે, અને આશુના પિતા બિઝનેસ કરે છે. આમ આશુ અને કૃષ્ણા ના લગ્ન એકદમ રાજાશાહી રીતે કરવામાં આવ્યા.
