શું અમિતાભ બચ્ચનનું ઘર તૂટશે ? શા માટે અમિતાભતે પોતાના માતા પિતાની નિશાની રૂપ ઘર વેચ્યું જાણીને પરિવાર…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલના સમયમાં દરેક વ્યક્તિની ઈચ્છા જીવનમાં સફળ થવાની છે અને એક સારું અને પ્રભાવશાળી જીવન જીવવાની ઈચ્છા હોઈ છે. જો કે વ્યક્તિને પોતાની આવી ઈચ્છા પુરી કરવા માટે મહેનત પણ કરવી પડે છે. આપણે ઘણા એવા લોકોને જોયા છે કે જેઓ પોતે પોતાનું નામ બનાવવા અને જીવનમાં સફળથવાના હેતુથી પોતાના ઘરથી અને પરિવાર થી દૂર ચાલ્યા જાય છે અને અલગજ જગ્યાએ પોતાના જીવનની શરૂઆત કરે છે.
પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિના જીવનમાં અમુક વસ્તુઓ ઘણી ઘણું મહત્વ ધરાવે છે જેમાં તેમની બાળપણની વસ્તુઓ કે માતા પિતાની વસ્તુઓ હોઈ છે. તેમાં પણ જયારે વ્યક્તિ મોટી થઇ જાય છે અને તેના માતા પિતા નું અવશાન થઇ જાય છે ત્યારે તેમના દ્વારા આપવામાં આવેલ કે તેમની અમુક વસ્તુઓ દરેક સંતાન માટે ઘણી મહત્વની બની રહે છે. અને આવી વસ્તુ સાથે વ્યક્તિના ભાવાત્મક સંબંધ જોડાઈ જાય છે. આવી વસ્તુ જયારે વ્યક્તિથી દૂર થાય ત્યારે સૌથી વધુ દુઃખ થાય છે.
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હિન્દી ફિલ્મ જગત આખા વિશ્વમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. લોકો દ્વારા હિન્દી ફિલ્મ અને તેના કલાકારો ને ઘણા પસંદ કરવામાં આવે છે. તેવામાં લોકોની ઈચ્છા પોતાના પસંદગીના કલાકારોના જીવન અને તેમના પરિવાર વિશે વધુ માહિતી મેળવવાની હોઈ છે આપણે અહીં એક એવાજ કલાકાર વિશે વાત કરવાની છે કે જે હાલમાં ઘણા ચર્ચામાં છે.
આપણે અહીં સદીના મહાનાયક અને બોલૂવુડ ના બિગ બી અમિતાભ બચ્ચન વિશે વાત કરવાની છે. આપણે સૌ જાણીએ છીએ કે અમિતાભ બચ્ચને પોતાની એક્ટિંગ અને મહેનત ના કારણે આખા વિશ્વમાં ઘણી મોટી લોક ચાહના મેળવી છે. આજે પણ લોકો તેમને ઘણો પ્રેમ કરે છે જો કે હાલમાં અમિતાભ બચ્ચન પોતાના ઘરને લઈને ચર્ચામાં છે. મળતી માહિતી અનુસાર અમિતાભ બચ્ચને પોતાનું બાળપણ નું ઘર વેચી દીધું છે.
મળતી માહિતી અનુસાર અમિતાભ બચ્ચને પોતાનું દક્ષિણ દિલ્હીમાં ગુલમહોર પાર્ક પાસે આવેલ પરિવારનું પહેલું ઘર ‘સોપાન’ વેચી દીધું છે. જણાવી દઈએ કે આ ઘરમાં અમિતાભ બચ્ચનના પિતા હરિવંશરાય બચ્ચન અને તેમની માતા તેજી બચ્ચન રહેતા હતા. આ એજ ઘર છે કે જ્યાં અમિતાભ બચ્ચને પોતાનું બાળપણ વીત્યું હતું.
જો કે આ મકાનને હાલમાં 23 કરોડ રૂપિયામાં વેચી દેવામાં આવ્યું છે. જો વાત આ મકાન ખરીદનાર વિશે કરીએ તો આ ઘરને અવની બદર કે જેઓ નેજોન ગ્રુપ ઓફ કંપનીઝના સીઈઓ અને બચ્ચન પરિવારને 35 વર્ષથી વધુ સમયથી ઓળખે છે તેમણે ખરીદ્યું છે. તેઓ આ વિસ્તારમાં જ રહે છે. જો વાત સોપાન અંગે કરીએ તો જણાવી દઈએ કે સોપાન 418 ચોરસ મીટરમાં ફેલાયેલું છે, જેનું રજિસ્ટ્રેશન ગયા વર્ષે 7 ડિસેમ્બરે થયું હતું. આ ઉપરાંત એક અહેવાલ માં જણાવ્યા અનુસાર અવની બદર ગુલમહોર પાર્કની આ ઇમારતને તોડીને તેમની જરૂરિયાતો અનુસાર તેને ફરીથી બનાવવાની યોજના બનાવી રહી છે.
આ ઉપરાંત જો વાત અમિતાભ બચ્ચનની માતા વિશે કરીએ તો જણાવી દઈએ કે તેમની માતા તેજી બચ્ચન એક ફ્રીલાન્સ પત્રકાર હતા જે ગુલમોહર પાર્ક હાઉસિંગ સોસાયટીનો ભાગ હતા અને ત્યાંથી કામ કરતા હતા. જો વાત અમિતાભ બચ્ચન અન્ય ઘર વિશે કરીએ તો બચ્ચન પરિવાર પાસે મુંબઈમાં પાંચ પ્રખ્યાત બંગલા છે આ બંગલાઓ માં જલસા, પ્રતિક્ષા, જનક, વત્સ નો સમાવેશ થાય છે
