મારો પતિ બીજી મહિલાઓ સાથે સંબંધ બાંધી ને આવે છે અને લગ્ન બાદ ખબર પડી કે તેના પર 45 ક્રિમિનલ કેસ છે : ધારાસભ્યની પુત્રવધુ
ખરેખર ક્યારેક લગ્ન સંબંધો માત્ર નામ પૂરતા જ સીમિત રહી જાય છે. આજે અમે આપને એક એવી યુવતી વિશે વાત કરીશું જેના લગ્ન તો નામદાર પરિવારમાં થયા પરતું લગ્ન બાદ તેનું જીવન નરક જેવું બની ગયું. આ ઘટના છે મધ્યપ્રદેશની!
નરસિંહપુરના બીજેપી ધારાસભ્ય જાલમ સિંહ પટેલના અપરાધી પુત્રની પત્નીએ સાસિયાના દુઃખ સહન કરીને આજે એકલી દિલ્હીમાં રહીને નોકરી કરી રહી છે અને કોર્ટમાં છુટાછેડા કેસ લડી રહી છે.
આ યુવતીના લગ્ન જીવન વિશે જાણીએ.વર્ષ 2016માં રાજકીય પરિવારમાંથી માંગું આવ્યું ત્યારે તેની ઉંમર 26 વર્ષની હતી. અને તેમના પિતા પણ રાજકારણમાં હતા આ જ કારણે પહેલીવાર યુવક સાથે મુલાકાત કરી પણ પહેલી મુલાકાતમાં નાં પાડી દીધી. આખરે લગ્ન કરવાનું મારા પર દબાણ આવ્યું અને લગ્ન પછી ખ્યાલ આવ્યો કે મારા પતિ પર 45 જેટલા ક્રિમિનલ કેસ છે. તેમાં હત્યા અને હત્યાનું ષડયંત્ર રચવા સહિતના વિવિધ કેસો સામેલ છે
લગ્નના દસ દિવસ પછી મને પીયરમાં મૂકી ગયા બાદ તે ગર્લફ્રેન્ડને મળવા માટે ભોપાલ જતો અને જોકે સત્ય એવું હતું કે તે ગર્લફ્રેન્ડની સાથે રહેતો અને સમય જતાં ખ્યાલ આવ્યો કે તેને અનેક છોકરીઓ સાથે અફેર છે અને દરેક સાથે સંબંધ બાંધીને આવતો. અનેક વખત શારીરિક અને માનસિક રીતે વારંવાર ત્રાસ આપતો અને જ્યારે ઘરમાં લોકો ને વાત કરી તો ઘરના લોકો પણ કહેતા કે બધું સારું થઈ જશે. ખરેખર જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો અને આખરે તેના થી છુટા છેડા લેવાનો નિણર્ય લીધો પરતું હાલમાં કેસ જ ચાલુ.
યુવતીએ કહ્યું કે, મારા આખા શરીર પર ઈજાના નિશાન હતા. હું એટલી અશકત થઈ ગઈ હતી કે ટેકા વગર ઉભી પણ થઈ શકતી નહોતી. મારા મોઢા પર પણ ઈજાના નિશાન હતા. મારી માતા આ બધુ જાણીને ખૂબ જ દુઃખી થઈ ગઈ. હું મારા ઘરે જઈને બે દિવસ સુધી સુતી જ રહી. મેં આ અંગે જ્યારે મારા પિતાને વાત કરી તો તે પણ ખૂબ જ તૂટી ગયા હતા.સરકાર છોકરીઓને બચાવવાનો નારો આપે છે. સરકારે એ પણ કહેવું જોઈએ કે છોકરીઓએ કોનાથી બચવાનું છે અને કઈ રીતે બચવાનું છે.
