India

રીયલ લાઇફ પુષ્પા ઝડપાયો ! અધધ આટલા કરોડ નુ ચંદન જપ્ત કરાયુ અને આરોપી…..

હાલમાં ખરેખર ભારત ભરમાં પુષ્પા નામનો રોગ છવાઈ ગયો હોય એવું લાગી રહ્યું છે! જ્યાં જુઓ ત્યાં કોઈપણ ઘટના પુષ્પા સાથે જોડાયેલ છે. અનેક લોકો પુષ્પાની નકલ કરી ને આનંદ લઈ રહ્યા છે, ત્યારે હાલમાં જ એક યુવકે પુષ્પા જેવું કામ હકીકતમાં કરી બતાવ્યું અને આખરે એનું જીવન એવા લેખે લાખ્યું જેને વિધાતા પણ નાં છોડાવી શકે. કહેવાય છે ને કે, જીવનમાં ક્યારેક આધળું અનુકરણ ન કરવું જોઈએ. હાલમાં જ મહારાષ્ટ્રમાં રીયલ લાઇફ પુષ્પા ઝડપાયો ! ચાલો આ પુષ્પા વિશે અમે આપને માહિતગાર કરીએ.

હાલમાં જ જાણવા મળ્યું છે કે, મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં લાલ ચંદનની ચોરીની ઘટના સામે આવી છે.લોકો જ્યારે પુષ્પાના અભિનયની નકલ કરી રહ્યા છે, ત્યારે આ યુવકે પુષ્પા ફિલ્મ જોઈને ગેરકાયદેસર ધંધો શરૂ કર્યો હતો. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, પોલીસ એક એવી ટ્રક મળી છે જેમાં છુપાઈને 2 કરોડ 45 લાખનું લાલ ચંદન લઈ જવાતું હતું.

યાસીન ઈનાયથુલ્લા નામનો આરોપી કર્ણાટક- આંધ્રી સીમાથી મહારાષ્ટ્ર જઈ રહ્યો છે. પોલીસને પહેલેથી માહિતી મળી ગઈ હતી કે આ ટ્રકમાં લાલ ચંદન લઈ જવામાં આવે છે. તેથી આરોપી સાંગલી પહોંચતા જ મેરાજ નગર પાસે તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. પોલીસે 10 લાખની ટ્રકની સાથે 2.45 કરોડ રૂપિયાનું લાલ ચંદન પણ જપ્ત કરી લીધું છે.

ફિલ્મ પુષ્પામાં હિરો અલ્લુ અર્જૂન ટ્રકમાં લાલ ચંદનની તસ્કરી કરતો જોવા મળે છે. ફિલ્મથી પ્રેરિત થઈને યાસીને પણ પહેલાં ટ્રકમાં ચંદન ભર્યું હતું અને તેની ઉપર ફળ અને શાકભાજીના બોલ્ક મુક્યા હતા. ટ્રક પર તેણે કોવિડ-19 આવશ્યક ઉત્પાદકોનું સ્ટીકર પણ લગાવ્યું હતું. છતાં પણ પોલીસે તપાસ કરીને યુવકને ઝડપી પાડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!