Gujarat

અમદાવાદમા પત્ની અને પુત્રના ત્રાસ થી કંટાળી સાબરમતી મા કુદી જીવન ટૂંકાવ્યું ! પત્ની એવી ત્રાસ ગુજરાતી કે…

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે લગ્ન નો સંબંધ ઘણો જ પવિત્ર માનવામાં આવે છે પતિ-પત્નીના સંબંધને નિસ્વાર્થ અને પવિત્ર મનાઈ છે લગ્ન સમયે પતિ અને પત્ની એકબીજાને એક નહીં પરંતુ જન્મો જનમ સાથે રહેવાના વચન આપે છે અને જીવનમાં આવનારી મુશ્કેલીઓ અને પડકારોનો સામનો કરવા માટે બંને એકબીજાનો જીવનભર સાથ દેશ અને આજીવન રૂપી સંસારસાગર ને સાથે મળીને પાર કરશે એવા વચન આપે છે પતિ અને પત્ની આ સંસારરૂપી ગાડીના બે પૈડા છે. આ ગાડીને આગળ ચલાવવા માટે બંને પૈડા ની સાથે રહેવું અને સાથે ચાલવું ખૂબ જ જરૂરી છે.

જોકે ઘણા એવા પણ બનાવો આપણા સમાજમાં બને છે કે જેના કારણે લગ્નના પવિત્ર સંબંધને પણ બદનામ થવું પડે છે આપણે ઘણા એવા વ્યક્તિઓને પણ જોયા છે કે જેવો લગ્ન બાદ જન્મો જનમ તો નહીં પરંતુ એક જન્મ પણ સાથે જીવી શકતા નથી મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દરેક સંતાન માટે માતા-પિતા નું સ્થાન પોતાના જીવનમાં ઘણું જ મહત્વનું હોય છે દરેક માતા પિતાની ઇચ્છા પોતાના સંતાનો ને સારું અને સુરક્ષિત જીવન મળે તે માટે પ્રયત્નશીલ રહે તેમાં પણ જો વાત પિતા વિશે જોઈએ તો પોતાના ઘર પરિવાર અને સંતાનોની ખુશીઓ ને માટે પિતા પોતાની ખુશીઓ ઈચ્છા અને આકાંક્ષાઓને બાજુમાં રાખીને પોતાના પરિવાર ની ખુશીઓ માટે સતત પ્રયત્નશીલ રહે છે.

મિત્રો આપણે ઘણી વખત લગ્ન બાદ દહેજ કે અન્ય કારણોસર મહિલાઓ પર થતા અત્યાચાર અને તેમની સાથે કરવામાં આવતા દુર્વ્યવહાર વિશેના અને બનાવું જોયા અને સાંભળ્યા છે જોકે આ બાબતને સમાજમાં ઘણો જ ગંભીર માનવામાં આવે છે અને આવા અમાનવીય લોકો ને ઘણી આકરી સજા પણ આપવામાં આવે છે.

જોકે આપણા સમાજના મહિલાઓ માટે જેટલું કોમળ છે તેટલું જ પુરુષો માટે કઠોર છે ઘણી વખત પુરુષો ને ખોટી રીતે બદનામ કરવામાં આવી છે કે તેમની સાથે થયેલા ખરાબ વ્યવહાર પ્રત્યે કોઈ ધ્યાન પણ દોરતું નથી લોકોના મનમાં એવી જ ભાવના છે કે મર્દ કો કભી દર્દ નહિ હોતા જોકે આ બાબત એકદમ ખોટી છે પુરુષ પણ છેવટે માણસ છે આજે આપણે એક એવા જ બનાવ વિશે વાત કરવાની છે કે જ્યાં એક મહિલા અને તેના પુત્ર દ્વારા કરવામાં આવતી માનસિક અને શારીરિક હેરાનગતિના કારણે તેના પતિ આત્મહત્યા કરીને પોતાનું જીવન ટુંકાવ્યું છે ચાલો આપણે આ ગંભીર બાબત વિશે વિસ્તારથી વાત કરીએ.

આપણે સૌ સમાજ માં મહિલાઓ પર થતાં ત્રાસ અને જુલ્મ પ્રત્યે વાકેફ છિએ પરંતુ અહીં એક એવો બનાવ સામે આવ્યો છે કે જ્યાં પત્નીના ત્રાસ ના કારણે પતિએ આત્મા હત્યા કરી છે. આ ઘટના અમદાવાદ શહેરમાં સરદારનગરમાં રહેતા જગદીશ રામસિંધાની છે કે જેમણે આત્મ હત્યા કરી છે જણાવી દઈએ કે જગદીશ ભાઈ સાથે વિનાબેનના લગ્ન 1998ના વર્ષે થયા હતા. લગ્ન બાદ તેઓને દિનેશ નામનો પુત્ર થયો હતો, જે આજે 20 વર્ષનો છે. લગ્ન બાદ જગદીશ ભાઈ પોતાના પરિવાર સાથે અલગ રહેતા હતા.

તેવામાં થોડા સમય પહેલા જગદીશ ભાઈ ના પત્ની વિનાબેન દ્વારા તેમના સસરા નામે રહેલા મકાન અને દુકાન પોતાના નામે કરવા માટે જગદીશ ભાઈ પર દબાણ કરતી હતી. જેના કારણે સસરાએ મકાન પોતાના પુત્ર જગદીશ ભાઈ ના નામે કર્યું. આ બાદ પણ વિનાબેન સતત જગદીશ ભાઈ ને હેરાન કરતા તથા તેમને માનસિક અને શરીરીક ત્રાસ આપતા. ઉપરાંત ઘરનું તમામ કામ પણ કરાવતા હતા.

તેવામાં એક વખત 20 જાન્યુઆરી ના રોજ જગદીશ ભાઈ પિતાને મળવા ગયા આ બાબત ને લઈને ગુસ્સે થયેલ તેમની પત્ની વિનાબેને પતિને લાફો માર્યો આ બાબતને લઈને તેમના સંતાને પણ માતા નો સાથ આપ્યો અને પિતાને ઘરની બહાર કાઢી મૂક્યા જે બાદ જગદીશભાઈ સાબરમતી નદી પર આવેલ ઈન્દિરાબ્રિજ ગયા હતા અને નદીમાં પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હતુ. જે બાદ 26 જાન્યુઆરીએ તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.

ઘટના અંગે જાણ થતા જગદીશ ભાઈ ના પિતા એ પુત્ર વધુ વિના બેન અને પૌત્ર દિનેશ સામે ફરિયાદ નોંધાવી છે જે બાદ હાલમાં પોલીસ દ્વારા આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!