Gujarat

રાજકોટના નવદંપતીનો લગ્ન સમયે અનોખો સંકલ્પ ! કોરોના મા માતા પિતા ગુમાવનાર 21 દિકરીઓ ના…..

રંગીલા રાજકોટમાં એક ખૂબ જ પ્રેરણાદાયક અને સરહાનીય કાર્ય થયું છે.કાલે વસંત પંચમીના શુભ અવસરે અનેક લોકોએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે, ત્યારે રાજકોટના નવદંપતીએ લગ્ન સમયે અનોખો સંકલ્પ કર્યો. આવું ભાગ્યે જ કોઈએ કર્યું હશે. આ જે સંકલ્પ કર્યો છે, એ સંકલ્પ થકી 21 દિકરીઓનું જીવન ખૂબ જ સરળ બની રહશે. હાલમાં જ રાજકોટમાં બોરીચા પરિવારને ત્યાં અનોખા લગ્ન યોજાયા છે.

રાજકોટ શહેરના આ લગ્નમાં નવદંપતીએ કોરોનામાં જે દીકરીઓએ માતા-પિતા ગુમાવ્યા તેવી 21 દીકરીઓના લગ્ન કરાવવા સંકલ્પ કર્યો છે. ગુજરાત આહિર સમાજના અગ્રણી નાથાભાઈ ખાંડેખાનાં પૌત્ર અને મેહુલભાઈના પુત્ર જય બોરીચાના લગ્ન રાજકોટના નાગાજણભાઈ સવસેરાની પુત્રી સોનલ સાથે વસંતપંચમીનાં દિવસે હતા અને આ લગ્ન શરૂઆત થી જ ચર્ચાનો વિષય બન્યા હતા કારણ કે, સૌથી પહેલા તો તેમની ન્યૂઝ પેપર સ્ટાઇલની કંકોત્રી ચર્ચાનો વિષય બની હતી. ત્યારે ગઈકાલના રોજ વરરાજા જયની ઈચ્છા હતી કે કોરોનામાં અવસાન પામેલા માતા-પિતાની 21 દીકરીઓના તેઓ લગ્ન કરાવી પાલક ભાઇ બનવા નો સંકલ્પ લીધો.

અગ્નિ સાક્ષીએ જય અને સોનલે 21 દીકરીઓના લગ્ન કરાવશે. ખરેખર આ કાર્ય ખૂબ જ સરહાનિય છે. આવી દીકરીઓના લગ્ન કરવાવથી એ તમામ દીકિરીઓને માતા પિતા અને ભાઈ ની હૂંફ મળી રહેશે અને આમ પણ કન્યાદાન એ સૌથી મહાદાન છે. મહત્વની વાત છે કે, આ નવયુગલો આજના સમયનાં હોવા છતાં જે પગલું ભર્યું એક ખૂબ જ સરહાનીય છે. રાજકોટ અને આહીર સમાજમાં આ લગન પ્રેરણા દાયક રહેશે.

જય બોરીચાના પિતા મેહુલભાઇએ જયના લગ્નની અનોખી કંકોત્રી તૈયાર કરી હતી. જે રીતે સવારે લોકો ચા સાથે અખબારનું વાંચન કરતા હોય તે રીતે કંકોત્રી આખી અખબાર સ્ટાઇલથી તૈયાર કરવામાં આવી હતી. જેમાં 6 પેજની કંકોત્રીમાં લગ્ન સમારોહની રૂપરેખા સાથે ગામઠી સ્ટાઇલ પ્રિવેડિંગના ફોટો તેમજ યુવાનોને શીખ અને સંદેશા વાર્તા તેમજ સમાજલક્ષી ગુલાબદાન બારોટની લખેલી કવિતા મૂકવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!