Entertainment

લતાજીએ ગુજરાતી ફિલ્મમાં ગાયેલું લગ્ન ગીત 86 વર્ષ થી લગ્નમાં ગવાઈ છે,સાંભળો ગીત….

લતાજી એ પોતાના જીવનકાળ દરમિયાન મુખ્યત્વે સંગીતને જ મહત્વ આપ્યું છે. 92 વર્ષીય લતાજીએ 36 ભાષામાં 50 હજારથી વધુ ગીતો ગાયાં હતાં. એક હજારથી વધુ ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો હતો. 1960થી 2000 સુધી લતા મંગેશકરનાં ગીત વગર ફિલ્મ અધૂરી માનવામાં આવતી હતી. તેમનો અવાજ ગીત હિટ જશે, તેવી ગેરંટી હતી. વર્ષ 2000 પછી તેમણે ગાવાનું ઓછું કરી નાખ્યું હતું. છેલ્લે તેમણે 2015માં આવેલી ફિલ્મ ‘ડોન્નો વાય’માં ગાયું હતું.

આ સિવાય તેમને પોતાની કારકિર્દી દરમિયાન અનેક ગુજરાતી ફિલ્મોમાં પોતાનું સંગીત આપ્યું છે, આ જે અમે આપને એ ફિલ્મ વિશે જ જણાવીશું! ગુજરાતી ચલચિત્રોના ઈતિહાસમાં એક યાદગાર ચલચિત્ર હતું. કર્ણપ્રિય ગીતો અને ગરબાની સાથે ભારતીય સમાજની અંદર દહેજની પ્રથા પર પ્રકાશ પાડતું મહેશ કુમાર અને આશા પારેખ અભિનીત ચલચિત્રમાં કલ્યાણજી-આનંદજીએ સંગીત આપ્યું હતું. લતા મંગેશકરના સ્વેર ગવાયેલ “તને સાચવે પાર્વતી…” ગીત લગ્નપ્રસંગોમાં કન્યાવિદાયના સમયે ખાસ વગાડવામાં આવતું અને લોકપ્રિય બન્યું હતું.

ખરેખર લતાજીનાં કંઠે ગવાયેલું આ ગુજરાતી લગ્ન ગીત આજે પણ મંડપમાં ગુંજે છે. આજે સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે ત્રિરંગામાં લપેટીને લતા મંગેશકરના પાર્થિવ દેહ શિવાજી પાર્ક ખાતે અંતિમ વિધિ થઈ રહી છે. ભારતીય સેનાની ત્રણેય પાંખ દ્વારા લતાદીદીને લશ્કરી સન્માન આપવામાં આવ્યું હતું. લતા મંગેશકરને તેમના ભાઈ હૃદયનાથ મંગેશકરે તેમને મુખાગ્નિ આપ્યો હતો. હૃદયનાથને તેમના દીકરા અને લતાદીદીના ભત્રીજા આદિત્યએ ટેકો આપ્યો હતો. મોદીજી પણ લતાજીની અંતિમ સંસ્કારવિધિમાં પહોંચ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!