Gujarat

દુખદ : વૃદ્ધની અંતિમવિધિ ન કરવા દેતાં બે કલાક લાશ રઝળી, અંતિમક્રિયા માટે સ્મશાન જવા ન દીધા અને કહ્યુ કે

ખરેખર સમાજમાં ક્યારેક એવી ઘટનાઓ બંને છે, જે ખૂબ જ દુઃખ દાયક અને શરમજનક હોય છે.હાલમાં જ ગુજરાતમાં એક ગામમાં માનવતા મરી પડી હોય એવી ઘટના ઘટી હતી.સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, વૃદ્ધની અંતિમવિધિ ન કરવા દેતાં બે કલાક લાશ રઝળી અને સ્મશાનમાં પણ ના જવા દીધા.ખરેખર આટલી વાત સાંભળીને આપણું પણ હૈયું દ્રવી ઉઠે, ત્યારે ખરેખર આ ખૂબ જ એક દુઃખ દાયક વાત કહેવાય.ચાલો અમે આપને આ ઘટના વિશે વધુ વિગતવાર જણાવીએ.

આપણો દેશ એકતાનું ઉત્તમ પ્રતીક ગણાય છે, પરતું આજે પણ સમાજમાં જ્ઞાતીજાતીનાં ભેદભાવ જોવા મળે છે, આ વાત તો આપણે સૌ કોઈ માહિતગાર છીએ. હાલમાં જ દાંતીવાડાના ધાનેરી ગામમાં એક સમાજના લોકોએ અનુસુચિત જાતિના વૃદ્ધની અંતિમક્રિયા કરવા જતાં સ્મશાન આગળ અટકાવ્યા હતા. આવું કરવાના લીધે વૃદ્ધની લાશ બે કલાક ટ્રેકટરમાં રઝળતી રહી હતી

માનવતા ને નેવે મૂકીને અંતિમ સમયે વ્યક્તિ સાથે આવો વ્યવહાર કરવા થી દલિત સમાજ લાગણી દુભાણી હતી.આ ઘટના વિશે વધુ જાણીએ તો સૂત્ર મુજબ મળેલ માહિતી પ્રમાણે દાંતીવાડા તાલુકાના ધાનેરી ગામમાં રહેતા તેજાભાઈ બઢિયા (દલિત) (ઉં.85) નું અવસાન થયું હોવાથી તેમના મૃતદેહને રવિવારે ગામના સ્મશાનમાં અંતિમવિધી માટે લાવવામાં આવ્યો હતો. જે દરમિયાન ધાનેરી ગામના જ કેટલાક શખ્સોએ સ્મશાનના ગેટ આગળ કાર ઉભી કરી તદેહની અંતિમવિધી અટકાવી દીધી હતી.

દલિત સમાજના લોકોને સ્થળે વૃદ્ધની અંતિમક્રિયા ન થવા દેતા પરિવારજનો બે કલાકથી લાશને ટ્રેક્ટરમાં લઈને રસ્તામાં બેસી રહ્યા હતા.આ અંગે વહીવટી તંત્રને જાણ કરતા તંત્ર દોડતું થયું હતું. આખરે સ્થાનિક પોલીસ ઉપસ્થિતિમાં સમાજના લોકો સાથે ચર્ચા હાથ ધરી વૃદ્ધની અંતિમવિધિ કરવામાં આવી હતી.મૃતદેહને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દફન વિધિ કર્યા બાદ મોટી સંખ્યામાં દલિત સમાજનું ટોળું આગેવાનો સાથે દાંતીવાડા પોલીસ મથકે આવી પહોંચી ન્યાયની માંગ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!