સૌના હદય મા વસેલા લતાજી ની આ એક ઈચ્છા અધૂરી રહી ગઈ એક વાર કહ્યુ હતુ કે મારે…
કાલનો દિવસ ભારત દેશ માટે કાળ બનીને આવ્યો!જેના સંગીતના સૂર થકી ભારત ગુજયું છે, એવા સરસ્વતીસ્વરૂપા ની વિદાય ભારતીયવાસીઓ માટે દુઃખદાયી છે. પોતાનું જીવન સંગીતના સૂર થી જીવી જાનાર લતાજીનાં જીવનમાં એક ઈચ્છા તેમની અધૂરી ને અધૂરી જ રહી ગઈ. આ ઇચ્છા વિશે જ્યારે તમેં જાણશો, ત્યારે તમારું હ્દય પણ લાગણીશીલ બની જશે.
વર્ષ 1956થી 1994 સુધી હિન્દી ફિલ્મ ઉધોગમાં સંગિત ક્ષેત્રે એકધારું શાસન ચલાવનાર સંગીતકાર બેલડી કલ્યાણજી અને આનંદજી સાથેના લતાજીના સંબંધો અને કામનો અનુભવ ક્યારેય ભૂલી શકાય એમ નથી એવું કહેવું છે મૂળ કચ્છના અને વર્ષોથી મુંબઈ રહેતા આનંદજીભાઈ શાહનું. જેમણે લતાજીને મળેલા રાષ્ટ્રીય એવોર્ડના ગીતોમાં સંગીત આપ્યું હતુ.
આંનદજી એ દિવ્યભાસ્કર સાથે વાત કરતા કહેલું કે, નાનપણમાં મુંબઈના ગિરગાવ ખાતે તેમની પડોશમાં રહી સંગિત ક્ષેત્રે તેમના સંગાથ સાથે આગળ વધ્યા અને તેમનું સંગીત ક્ષેત્રે યોગદાન કહો કે, તેમનું સ્તર એ અમાપ છે. તેમના જેટલી નમ્રતા અને નિરાભિમાની વ્યક્તિ ભાગ્યેજ જોવા મળે. આટલું ઊંચું નામ પણ સદા જમીન સાથે જોડાયેલા રહ્યા હતા.
આંનદજી એ કહ્યું હતું કે અનેક વખત લતાજી સાથે કચ્છ વિશે વાત થઈ છે થોડા વર્ષોની જ વાત છે તેમના ઘરે મળવાનું થયું ત્યારે કચ્છની વાત નીકળતા તેમણે કહ્યું હતું કે, મેં ઘણી ભાષાઓમાં ગીત ગાયાં છે. પરંતુ એક ગીત હવે કચ્છી ભાષામાં પણ ગાવું છે. અફસોસ સમય અને વ્યસ્તતાના કારણે તેમની આ ઈચ્છા અધૂરી રહી ગઈ.
