સલામ છે કેશોદ ના હસમુખભાઈ ને કે જે વર્ષે લાખ રુપીયા ની ચણ પક્ષીઓ ને ખવડાવે છે અને…
માનવતાતો દરેક વ્યક્તિમાં જોઈ હશે તમે પરતું આજે અમે આપને એક જીવદયા પ્રેમી વિશે જણાવીશું. કહેવાય છે ને કે આ જગતમાં તમે જન્મ લીધો તો એ જન્મ તમારો એળે નાં જવો જોઈએ, કારણ કે તમે જન્મ લીધો છે તો આ ભવમાં અનેક લોકોના કલ્યાણ અર્થે કંઈક સદ્દકાર્યો કરીએ જેથી આપણો જન્મ સફળ થાય અને પ્રભુ પણ ખુશ થાય કે, જીવનમાં આપણે કંઈક સારા કામ કર્યા છે. ખરેખર આજે અમે આપને એક એવા જ વ્યક્તિ વિશે જણાવીશું જેમને પોતાના જીવને જીવ પ્રત્યે વ્હાલું કર્યું છે.
આજે લોકો પાંચ દસ રૂપિયા બીજા માટે વાપરવા હોય તો પણ સો વખત વિચારે છે, ત્યારે આજના મોંઘવારીના સમયમાં જૂનાગઢનાં કેશોદ શહેરનાના હસમુખભાઈ ને કે જે વર્ષે લાખ રુપીયા ની ચણ પક્ષીઓ ને ખવડાવે છે. તેઓ પક્ષીઓને પરિવાર જ નાં સભ્ય જ ગણે છે તેને એક બીજા વગર ચાલતું જ નથી..
હરસુખભાઇ ડોબરીયા પક્ષીઓ સાથેની મિત્રતા અતૂટ છે. હરસુખભાઇ ડોબરીયા છેલ્લા 22 વર્ષથી પક્ષીઓને ભોજન પૂરું પાડે છે અને પક્ષીઓ પણ નિયમત રીતે હરસુખભાઇના ઘેર પહોચી જાય છે. હરસુખભાઇ એક ખેડૂત છે અને પોતાના ઘરેજ છત ઉપર એક ખાસ પ્રકારનું પ્લેટફોર્મ બનાવ્યું છે અને તેમાં દરરોજ સવાર સાંજ બાજરીના ડૂંડા અને મગફળીના દાણા તેમજ જુવારની ચણ નાખે છે.
ત્રણ હજાર જેટલા પક્ષીઓ આવે છે, પક્ષીઓમાં સૌથી વધુ પોપટ, સુગરી, દેશી ચકલી, કબૂતર અને હોલા જેવા પક્ષીઓનો સમાવેશ છે. પક્ષીઓનો પ્રેમ અને લાગણી એટલી છે કે સવારના વહેલા પાંચ વાગ્યે ઘરના સભ્યો ઉઠી જાય છે અને સૌ પહેલા પક્ષી ચણ માટેની વ્યવસ્થામાં લાગી જાય છે.પક્ષીઓના ચણ માટે દર વર્ષે બજેટ વધતું જાય છે, 500 રૂપિયાની ચણની ખરીથી શરુ કરેલ આ અભિયાન હેઠળ મોટો ખર્ચ થાય છે. આ વર્ષે એક લાખ રૂપિયાની ચણની ખરીદી કોઈપણ ફંડ ફાળા વગર કરી છે.
જયારે ખેતીમાં ઝેરી જંતુનાશક દવાઓના ઉપયોગને કારણે પક્ષીઓના મોત થઇ રહ્યાં છે ત્યારે હરસુખભાઇ પક્ષીઓને જે અનાજના દાણા ખવરાવે છે ઓર્ગેનિક ખેતરોમાં ઉગેલા ઘાન્ય નિજ ખરીદી કરે છે અને તેના માટે તે અનેક ગામના અનેક ખેતરો ખૂંદી પક્ષીઓને કોઈપણ જાતનું નુકશાન ના થાય તેની ખાસ કાળજી રહી રહ્યા છે.ખરેખર હસમુખભાઈ અનેક લોકો માટે પ્રેરણાદાય બની રહ્યા છે. તેમના આ સરહાનીય કાર્યને બિરાદાવવા જેવું છે