GujaratIndia

મહેશ સવાણીએ હનીમૂન પર મોકલેલી દીકરીઓ આવી રીતે મજા કરી રહી છે ! જુવો બરફો ના પહાડો મા ગરબે જમ્યા અને….

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે કુદરતે અમુક લોકોને ઘણી વીશીષ્ટ વસ્તુઓ આપી છે. આ આખી દુનિયામાં જો કોઈ સૌથી વધુ પુણ્યનુ કામ હોઈ તો તે લોકોના જીવનમાં ખુશીઓ લાવવાની છે. આપણે સૌ જાણીએ છિએ કે દરેક સંતાનના જીવનમાં માતા પિતા નું ઘણું મહત્વ હોઈ છે.

તેવામાં જો કોઈ સંતાનના માથેથી માતા પિતાનો હાથ ચાલ્યો જાય તો ? આ બાબતને વિચારી ને પણ ડર લાગે કારણકે માતા પિતા વિનાના જીવનની કલ્પના કરવી ઘણી જ અઘરી છે. પરંતુ કહેવાય છે કે માનવી ઘણો લાગણીશીલ છે માટે જ તે પોતાના આવા સારા સ્વભાવ ને કારણે અન્યના દુઃખમાં ભાગીદાર બને છે અને બીજાના જીવન માં ખુશીઓ ભરવા અંગે પણ કાર્ય કરે છે.

આપણે અહીં એક એવા જ વ્યક્તિ વિશે વાત કરવાની છે કે જેમણે પોતાના કર્યોથી અનેક લોકોના જીવનને બદલી નાખ્યું છે. આપણે અહીં સાચા અર્થમાં માનવતાની પરિભાષા બની ગયેલ અને સામાજ સેવક તથા પિતા વિહોણી દીકરીઓના પાલક પિતા તરીકે જાણીતા મહેશભાઈ સવાણી વિશે વાત કરવાની છે.

મિત્રો કહેવાય છે કે જીવનમાં માતા પિતાની જગ્યા કોઈ પૂરી શકે તેમ નથી. પરંતુ મહેશભાઈ સવાણી જેવા સામાજ સેવક પોતાના કર્યુંથી માતા પિતા ન હોવાના દુઃખને જરૂર ઓછું કરી શકે છે. જણાવી દઈએ કે મહેશભાઈ સવાણી દર વર્ષે અનાથ અને પિતા વિહોણી દીકરીઓના લગ્ન કરાવે છે.

આ ઉપરાંત એક પિતા તરીકેની તમામ ફરજો પણ અદા કરે છે જણાવી દઈએ કે મહેશભાઈ સવાણી આ તમામ દીકરીઓને કરિયાવર માં અનેક વસ્તુઓ પણ આપે છે જણાવી દઈએ કે હાલમાં કોરોનાનિ પરિસ્થિતિ હળવી પડતાં મહેશભાઈ સવાણી એ ફરી પાલક પિતા તરીકે 300 દીકરીઓ ના લગ્ન કરાવ્યા છે. અને દીકરીઓ અને જમાઈઓ માટે, મનાલી પ્રવાસ નું પણ આયોજન કરવામાં આવ્યું છે.

જણાવી દઈએ કે હાલમાં મહેશભાઈ સવાણી ના દીકરી અને જમાઈ મનાલી માં હનીમૂન માણી રહ્યા છે આ સમયે દીકરી અને જમાઈ ના મુખ પર હરખ પણ જોવા મળે છે. દીકરી જમાઈ ના મનાલી ના વિડીયો અને ફોટાઓ મહેશભાઈ સવાણીએ સોશ્યલ મીડિયા પર ઉપલોડ કર્યા છે. વિડીયો માં જોઈ શકાય છે કે મહેશભાઈ સવાણી ના દીકરી જમાઈ બરફ્મા મજા કરી રહ્યા છે અને ગરબા પણ કરી રહ્યા છે.

મહેશભાઈ સવાણી દ્વારા કરવામાં આવેલ આ કાર્યની હાલમાં સૌ કોઈ વખાણ કરી રહ્યું છે. આ સમય માં કે જ્યાં પરિવાર ના લોકો પણ એક બીજાની મદદ નથી કરતા તેવામાં પણ મહેશભાઈ સવાણી જેવા લોકો અન્યના જીવનમાં ખુશીઓ ભરવાનું કામ કરે છે જે બાબત ઘણી પ્રસન્સ્નિય ગણાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!