બબીતાજી (મુનમુન દત્તા) પર ગંભીર આરોપો લગતા પોલીસ દ્વારા થઇ ધરપકડ જાણો કારણ….
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલના સમયમાં ટેલિવિઝન આપણા જીવનનું અભિન્ન અંગ બની ગયું છે. તેવામાં હાલમાં અમુક કાર્યક્રમો લોકોના રોજ બ રોજ ના જીવના ભાગ બની ગયા હોઈ તેવું લાગે છે. આવા અમુક કાર્યક્રમો છે કે જેમના વિશે લોકો પરિવારના સભ્યો ની જેમ વાત કરે છે અને આ કાર્યક્રમ જોયા વિના લોકોનો દિવસ પૂર્ણ થતો નથી. આવો જ એક શો ” તારક મહેતા કે ઉલ્ટા ચશ્માં ” છે. આપણે સૌ જાણીએ છીએ કે આ શો છેલ્લા ઘણા વર્ષોથી લોકોને મનોરંજન આપી રહ્યો છે. આ શોની લોક પ્રિયતા દેશ વિદેશમાં ફેલાયેલ છે. લોકો શો ની કોમેડીના કારણે તમામ કલાકારો ને ઘણા પસંદ કરે છે.
તેમાં પણ શોમાં બબીતાજી નું પાત્ર ભજવનરા મુનમુન દત્તા પોતાના લુક અને એક્ટિંગને કારણે ઘણી મોટી લોક ચાહના ધરાવે છે. પરંતુ હાલમાં મુનમુન દત્તા પર આફત આવી પડી છે. જણાવી દઈએ કે થોડા સમય પહેલા પપોલીસ દ્વારા મુનમુન દત્તા ની ધરપકડ કરવામાં આવી છે તો શું છે આ આખો બનાવ તેના વિશે માહિતી મેળવીએ.
જણાવી દઈએ કે મુનમુન દત્તા પર sc -st એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જો વાત કરીએ તેમના પર નોંધાયેલ ગુનાહ અંગે તો ગત વર્ષે 9 જાન્યુઆરીના રોજ યૂટ્યૂબ પર મુનમુન દત્તા દ્વારા એક વિડિઓ મુકવામાં આવ્યો હતો. જે વીડિયોમાં તેમણે અનુસૂચિત જાતિ વિરુદ્ધ અપમાન જનક વાત કરી હોવાનો મામલો સામે આવ્યો છે જેના કારણે તેમના પર આ ગુનોહ નોંધાયો છે.
જે ગુનોહ નોંધાયા બાદ મુનમુન દત્તા દ્વારા સુપ્રીમ કોર્ટને કેસ રદ કરવા માટે અપીલ કરવામાં આવી હતી પરંતુ તે સ્વીકારવામાં આવી નહિ જે બાદ તેમણે sc st એક્ટ હેઠળ સ્થપાયેલ વિશિષ્ટ અદલાત માં પણ અરજી કરી જેને પણ માન્ય રાખવામાં આવી નહિ જે બાદ અંતે મુનમુન દત્તાએ પંજાબ હરિયાણા હાઇકોર્ટ માં અરજી કરી જે બાદ તેમને 4 ફેબ્રુઆરીના રો હાન્સીમાં તપાસ અધિકારી સમક્ષ હાજર રહેવા જણાવવામાં આવ્યું.
ઓર્ડર મળતા તેમની ઔપચારિક ગિરફ્તારી કરવામાં આવી અને તપાસ અધિકારી ડીએસપી વિનોદ શંકર પાસે હાજર કરવામાં આવ્યા આ સમયે સુરક્ષા માટે ની તમામ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી અને મુનમુન દત્તા સાથે તેમના વકીલ અને બે બોડીગાર્ડને રહેવાની અનુમતિ આપવામાં આવી. જે બાદ તેમની પૂછપરછ કરવામાં આવી જેનો રિપોર્ટ 25 ફેબ્રુઆરી ના રોજ હાઇકોર્ટ માં મોકલવામાં આવશે. જણાવી દઈએ કે દલિત કાર્યકર્તા રજન કલસને મુનમુન દત્તા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.