જો તમે પણ ગેસ ગીઝર વાપરતા હોય તો આ ઘટના જાણી લેજો ! મહિલા પાયલટનું બાથરુમ મા એવી રીતે મોત થયુ કે….
હાલમાં જ એક ખૂબ જ ચોંકાવનાર અને ચેતવેણીરૂપ સમાન ઘટના બની છે.હાલમાં જ્યારે શિયાળાની ઋતુ ચાલી રહી છે, ત્યારે મોટેભાગેનાં લોકોને ગરમ પાણી થી નાહવાની ટેવ હોય છે.હાલમાં સમયમાં દરેક વ્યક્તિનાં ઘરમાં અને હોટેલોમાં અને જાહેર બાથરૂમમાં પણ ગીઝર હોય છે. આ જ ગીઝર હાલમાં એક મહિલાનાં મોતનું કારણ બન્યું. સૂત્ર દ્વારા મળેલ માહિતી મુજબ જાણવા મળ્યું હતું કે, એક ગીઝરના લીધે મહિલા પાયલટનું બાથરુમ મા એવી રીતે મોત થયુ કે તને જાણશો તો ચોકી જશો.
હાલમાં મીડિયા દ્વારા મળેલ માહિતી મુજબ જાણવા મળ્યું છે કે,એર ઈન્ડિયાના એક પાયલટનું બાથરૂમમાં મોત થઈ ગયું હતું. રશ્મિ મારુતિ મુંડે નામની પાયટલ પોતાના પિયર નાસિક ગઈ હતી. સાંજે લગભગ 7 વાગ્યે બાથરૂમમાં નાહવા ગઈ હતી. ઘણા સમયથી અંદર રહેવા થી પરિવારના સભ્યોએ દરવાજો ખખડાવ્યો પરંતુ કોઈ પ્રતિક્રિયા ન મળતા તેમણે દરવાજો તોડી દીધો. જ્યાં રશ્મિ બેહોશ થઈને જમીન પર પડી હતી. આ જોઈને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી પરતું ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ એ ખબર પડશે કે મોત ગેસ ગીઝરથી થયું છે કે નહીં? નાસિકમાં છેલ્લા 10 દિવસમાં બે મહિલાઓના બાથરૂમમાં મોત થઈ ગયા છે. આશંકા છે કે બંનેના મોત ગેસ ગીઝરના ગેસના કારણે થયા છે. મોતનું કારણ શ્વાસ રુંધાવું છે. બંને કેસમાં મોતનું કારણ અને સુક્ષ્મતાથી જાણવા માટે વિસરા રિપોર્ટની રાહ જોવાઈ રહી છે જેમાં એક મહિનાનો સમય લાગી શકે છે.
આ પહેલા પણ એક મહિલાનું બાથરૂમમાં થઈ ગયું હતું. બાથરૂમમાં નાહતી વખત ગેસ ગીઝર ચલાવવા દરમિયાન શ્વાસ રૂંધાવાથી મોત થઈ ગયું હતું. સાક્ષી નાહવા માટે બાથરૂમ ગઈ હતી. ઘણા સમય બાદ પણ તે બહાર ન આવી તો ઘરના લોકોએ જ્યારે બાથરૂમનો દરવાજો તોડી દીધો તો તે બાથરૂમમાં બેહોશ પડી હતી. એ સમયે બાથરૂમમાં ગેસની ગંધ આવી રહી હતી.
જિલ્લા સર્જન અશોક થોરાટ અને ગેસ ગીઝરનું ગેસના કારણે મોતની આશંકને યોગ્ય માની રહ્યા છે. તેમનું કહેવું છે કે ગેસ ગીઝર પાસે હવાનું સંચાર થવું જોઈએ કેમ કે ગેસ ગીઝર કાર્બન ડાયોક્સાઈડની જગ્યાએ કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય છે જેનાથી ચક્કર આવવું, બેહોશી કે ગૂંગળામણ થઈ શકે છે.હવે આગળ સૂત્ર દ્વારા જ જાણવા મળશે કે રિપોર્ટમાં શુ આવે છે પરતું આ ઘટના પરથી તમારે સાવચેત રહેવું જરૂરી છે. જો તમારા ઘરમાં પણ ગીઝર હોય તો તેનું નિયમિત રીતે મેનેટન્સ કરાવતા રહો અથવા તપાસ કરાવો અને કોઈપણ સનમસ્યા જણાય તો તાત્કાલિક ગીઝર બંધ કરી દેવું જોઈએ.