મહેક મોટા ઘરની વહુ સિરિયલની અભિનેત્રી એ કરી સગાઈ! જીવન સાથી અભિનેતા કે કલાકાર નહીં પણ…
હાલમાં જ્યારે લગ્ન અને સગાઈનો માહોલમાં ચાલી રહ્યો છે, ત્યારે આ શુભ અવસરમાં કલાકારો પણ પોતાના જીવનની શરૂઆત કરી રહ્યાં છે. ત્યારે હાલમાં જ ગુજરાતી ફિલ્મ અને ટેલિવિઝનની લોકપ્રિય અભિનેત્રી વિશા વીરા એ આજ રોજ સગાઈ કરી છે. આ ખુશ ખબર તેને અગાઉ આપેલી જ હતી કે, તે સગાઈ કરશે પરતું આજે પ્રપોઝલ ડે નાં દિવસે તેને પોતાનો જીવન સાથી મળી ગયો છે. ચાલો ત્યારે અમે આપને જણાવીએ કે આખરે વિશા એ જેની સાથે સગાઈ કરી છે, તે યુવક કોણ છે?
હાલમાં દરેક અભિનેત્રીઓ અને અભિનેતાઓ પોતાના જીવનની શરૂઆત કરી રહ્યા છે, જેમાં મોટેભાગના કલાકારો કોઈ બિઝનેસમેન કે લાઇમલાઈટ થી દુર રહેતા સાથે સગાઈ કે લગ્ન કરી રહ્યા છે, ત્યારે વિશા એ જેની સાથે સગાઈ કરી છે, તે યુવક તેનો પ્રેમી છે જેનું નામ રવિ પરમાર છે. આજ રોજ આ બંનેએ પરિવારજનોની સમક્ષ પોતાના પ્રેમને આજે એક પવિત્ર સંબંધમાં બાંધ્યો છે. રવિ પરમાર લાઈટ લાઈટ થી દુર રહે છે અને કારણ કે તે કોઈપણ અભિનયક્ષેત્ર સાથે જોડાયેલ નથી.
વિશા એ પોતાના પ્રેમિકા સાથે જ સગાઈ કરી છે અને આ સગાઈ પહેલા જ તેને ઓફિશયલી જાહેર ર્ક્યું હતું કે તેના બોયફ્રેન્ડ સાથે સગાઈ કરશે. આખરે આજે પ્રપોઝલ દિવસના બંને એક બીજાને રિંગ પહેરાવીને સગાઈ ની વિધિપૂર્ણ કરી છે.વિશા એ ઘૂંટણ પર બેસી ને રવિ ને જીવન સાથી બનવાનો પ્રસ્તાવ મુક્યો હતો અને ખરેખર બને લાઈટ પિંકના ડ્રેશમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, વિશા એ ગુજરાતી ફિલ્મો અને હિન્દી અને ગુજરાતી સિરિયલોમાં અભિનય દ્વારા ખૂબ જ લોકપ્રિય મેળવી છે. પોતે અભિનય સાથે જોડાયેલી હોવા છતાં પણ તેને પોતાના જીવન સાથી તરીકે અભિનય ક્ષેત્રનું કોઈ વ્યક્તિ નહિ પણ સામાન્ય વ્યક્તિની પસંદગી કરી.