રાજકુમારે ભરી સભા સલમાન ખાનનુ ઘમંડ ઉતારી દીધું હતુ ! જાણો આ રસપ્રદ કીસ્સો…
આજે આપણે બોલીવુડનાં વરીષ્ઠ અભિનેતા અને આજના સમયમાં સૌથી લોકપ્રિય અભિનેતા સલમાન ખાન વિશે એક રસપ્રદ કિસ્સો જાણીશું. એક વાત તો સત્ય છે કે, ફિલ્મ જગતમાં અનેક કલાકારો વચ્ચે મોટેભાગે અણબનાવ જોવા મળે છે. ત્યારે આજે આપણે એક એવા જ કિસ્સાની વાત કરીશુ જે બોલિવુડનો સૌથી ચર્ચિત કિસ્સો રહ્યો છે. આ કિસ્સો જ્યારે તમે સાંભળશો ત્યારે તમે પણ ચોંકી જશો.
અભિનેતા રાજકુમારનાં જીવનની વાતો ખૂબ જ ચર્ચામાં રહે છે. ઈન્ડસ્ટ્રીમાં ખૂબ પ્રખ્યાત હતા. રાજકુમારને વાતો મનમાં કેવી રીતે રાખવી તે ખબર ન હતી. તેના દિલમાં કોઈ માટે દ્વેષ ન હોવો જોઈએ, પરંતુ તે તેના મનમાં જે ચાલતું હતું તે કહેતા હતા.રાજકુમાર ઈન્ડસ્ટ્રીમાં પોતાના વ્યક્તિત્વ થી ઓળખાતા. જો કોઈ તેનું અપમાન કરે તો સારી રીતે જવાબ આપી શકતા.
આવો જ એક કિસ્સો તેમનો સલમાન ખાન સાથે બન્યો. જ્યારે સલમાન ખાન ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ને કારણે ખૂબ જ લોકપ્રિય થયો હતો. 1989માં આવેલી બ્લોકબસ્ટર ‘મૈંને પ્યાર કિયા’ બાદ ફિલ્મ માટે એક સ્કૂસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફિલ્મના નિર્દેશક સૂરજ બડજાત્યાએ બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા રાજકુમારને પણ આમંત્રણ આપ્યું હતું.
જ્યારે રાજકુમાર પાર્ટીમાં પહોંચ્યો ત્યારે તેણે સૂરજ બડજાત્યાને કહ્યું કે તે ફિલ્મના અભિનેતાને મળવા માંગે છે. રાજકુમારની વાત સાંભળીને સૂરજ બડજાત્યા સલમાન ખાનને મળવા લઈ ગયા. તે દિવસ પહેલા સલમાન ક્યારેય રાજકુમારને મળ્યો ન હતો. આવી સ્થિતિમાં જ્યારે રાજકુમાર તેની સામે આવ્યો તો સલમાન ખાને પૂછ્યું કે તમે કોણ છો?
રાજકુમાર એક જાણીતા એક્ટર હતા, આવી સ્થિતિમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નવોદિત સલમાન ખાનના મોઢેથી આવી વાત સાંભળીને તેમને ગુસ્સો આવ્યો અને રાજકુમારે સલમાન ખાનને કહ્યું, ‘દીકરા, ‘અબ્બા સે પૂછકર આઓ કી હમ કોણ હૈ’ આ પછી સલમાન ખાનનો ચહેરો જોવા જેવો હતો. આ ઘટના બાદ સલમાન ખાને રાજકુમારની માફી પણ માંગી હતી.