કુદરતી ની કમાલ ! ત્રણ સિંહોઅને પણ કાચબા નોહોય શિકાર ના કરી શક્યા, જુવો વિડીઓ
નાનપણ થી આપણે સસલા અને કાચબાની વાર્તા સાંભળતા આવ્યા છીએ! સસલું ખુદને કાચબા કરતા વધારે શક્તિશાળી અને સમજદાર સમજતું હતું પરંતુ કાચબા એ રેસ જીતીને સસલાનું અભિમાને હણ્યું! ત્યારે ખરેખર આ ઘટના ખૂબ જ સમજવા જેવી છે કે, ક્યારેય કોઈ વ્યક્તિ કે જીવને કમજોર ન સમજવો જોઈએ. આજે અમે આપને એક કાચબાની વાત કરીશું જેને ત્રણ સિંહોને હંફાવી દીધા. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
ગીર સાવજના વીડિયો તો બહું વાયરલ થતા હોય પરંતુ આજે ગીરના કાચબાની શક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
આ વિડીયોમાં એક કાચબો ત્રણ સાવજ હંફાવતો દેખાય છે. સાસણમાં બનેલ આ ઘટનાને CF મોહન રામે આ ઘટનાને કેમેરામાં કેદ કરી છે. આ વીડિયો તેમને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલ છે. આ વીડિયો વનયજીવોપ્રેમીઓને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
આ ઘટના કમલેશ્વર ડેમ વિસ્તારમાં બની હતી. ગીર જંગલમાં આવેલા કમલેશ્વર ડેમ પાસે ત્રણ સિંહ ડેમ નજીક જતા હતા. ત્યારે ડેમમાંથી નીકળેલો એક કાચબો ત્યાં હતો. કાચબો પોતાનું મો બહાર રાખી હલન ચલન કરતો હતો. સિંહે કાચબાને જોતા એક સિંહે તેને પકડયો હતો. તો અચાનક જ કાચબાએ પોતાનું મો પોતાના કવચમાં અંદર કરી લીધું હતું. બાદમાં સિંહે કાચબાને મારી નાખવા ખૂબ પ્રયાસ કર્યા હતા પરંતુ મજબૂત કવચને કારણે તેને કોઈ અસર થઈ ન હતી.
ત્યાં રહેલા એક પછી એક ત્રણેય સિંહોએ આ કાચબાને મો મા પકડી અને પગના નખથી ખોલવાના અનેક પ્રયાસો કર્યા. પરંતુ નાનકડો કાચબાએ પોતાનું મોં બહાર ન લાવ્યો. જે બાદ જંગલના રાજાને જાણે અચરજ થતું હોય તેમ તેઓ બાજુમાં બેસી ગયા હતા. જે બાદ કાચબાએ મોં બહાર કાઢી આસપાસ નજર ફેરવી લીધી અને ફટાફટ ડેમના પાણીમાં ચાલ્યો ગયો. આ જોતા ફરી ત્રણેવ સિંહ તેની પાછળ ગયા પરંતુ તેઓ ફાવ્યા નહીં અને કાચબો પાણીમાં જતો રહ્યો. કેહવાય છે ને ભગવાને દરેક જીવને પોતાની આત્મરક્ષણનું કવચ આપ્યું જ હોય છે, જે સમ્યત્યારે પોતાનો જીવ બચાવવા પ્રયત્ન કરી શકવા છે.
એક કાચબાએ ત્રણ વનરાજને હંફાવ્યા. જૂનાગઢના સાસણના જંગલનો એક અદભૂત વીડિયો હાલ સામે આવ્યો છે. DCF મોહન રામે આ ઘટનાને કેમેરામાં કેદ કરી છે. જંગલના કમલેશ્વર ડેમ વિસ્તારમાં આ ઘટના બની હી. જેમાં વનરાજે શિકાર સમજીને એક કાચબાને પકડવાનો પ્રયાસ કર્યો pic.twitter.com/2bTWJStHeg
— News18Gujarati (@News18Guj) February 9, 2022