વેપારી એ ચાલુ લાઈવમાં ઝેર ખાતા પત્નીએ બચાવવા ગઈ પરતું પત્નીનું થયું મોત ને પતિની હાલત પછી…
આપણે સૌ કોઈ જાણીએ છે જે, અવાર નવાર આપઘાતના અનેક બનાવો બનતા હોય છે, ત્યારે હાલમાં જ એક વેપારી એ ચાલુ લાઈવ દરમીયાન ઝેરી દવા પી ને આત્મ હત્યા કરી લીધી. ચાલો અમે આ આપને આ ઘટના વિશે સંપૂર્ણ માહિતી જણાવીએ. ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખ દાયક અને હદય સ્પર્શી છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,ઉત્તરપ્રદેશના બાગપતના બડૌતનગરમાં એક ચંપલના હોલસેલ વેપારીએ ફેસબુક લાઈવ કરીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી.
મળેલ માહિતી મુજબ ટેક્સ સિસ્ટમ અને ધંધામાં નુકસાન થતા ઝેરી દવા પીધી અને વેપારી લોકોને વીડિયો વાઈરલ કરવાની અપીલ કરતાં-કરતાં જમીન પર પડી જાય છે. આજુબાજુના દુકાનદારો ત્યાં પહોંચે છે ત્યાં સુધીમાં તેમની પત્ની પણ બચેલું ઝેર ખાઈ ગઈ હોય છે.હોસ્પિટલમાં પૂછપરછ માટે રાજીવના ભાનમાં આવવાની રાહ જોવાઈ રહી છે.
બડૌતના કાસિમપુર ખેડી ગામના રહેવાસી રાજીવ તોમર છેલ્લાં 5 વર્ષથી સુભાષનગરમાં પત્ની પૂનમ અને બે પુત્રો વિપુલ અને રિધમની સાથે રહે છે. તેમની બાવલી રોડ પર ચંપલની દુકાન છે. તેઓ હોલસેલ વેપારી છે. છેલ્લા થોડા મહિનાથી તેઓ મંદીનો સામનો કરી રહ્યા હતા. ખર્ચ ચલાવવા માટે તેમને આજબાજુના દુકાનોવાળા પાસેથી પૈસા લેવાની ફરજ પડી હતી.
મંગળવારે બપોરે 12 વાગ્યે રાજીવ ફેસબુક પર લાઈવ કર્યું વેપારી દવા ખાધી.આ દરમિયાન તેમની પત્ની પતિ બચાવવા માટે તેમના મોઢામાંથી ઝેર કાઢતી રહી હતી. તેઓ વીડિયોમાં પરેશાન દેખાઈ રહ્યા છે. તે કહે છે કે આ વાત વેપારીના હિતમાં નથી. મારું શરીર મરી જશે, જોકે આત્મા અહીં જ રહેશે. મારું અને મારા બાળકોનું શું થશે. એ તો ભગવાનને જ ખબર. આટલું બોલ્યા પછી તે જમીન પર પડી જાય છે.
પતિને બચાવવામાં નિષ્ફળ રહેલી તેમની પત્નીએ પણ બચેલું ઝેર ખાઈ લીધું હતું. અવાજ સાંભળીને આસપાસની દુકાનના લોકો દોડીને આવી ગયા હતા. એ પછી લોકો બંનેને લઈને ખાનગી હોસ્પિટલમાં પહોંચી જાય છે. સારવાર દરમિયાન પૂનમ મૃત્યુ પામી હતી. રાજીવની સ્થિત ગંભીર છે. તેને સારવાર માટે ICUમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે પૂનમના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધું છે.