સુરતની દિકરીએ CA ની પરીક્ષા મા ડંકો વગાડ્યો ! ઓલ ઈન્ડિયા મા પ્રથમ અને 800 માર્કસ માથી….
હાલના સમયે દીકરાઓ ની સાથે દિકરીઓ પણ સફળતા ની હરણફાળ ભરી રહી છે ત્યારે હાલ જ સુરત ની એક દિકરી એ પરિવાર સાથે રાજ્ય નુ નામ પણ રોશન કર્યુ છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા દ્વારા ગત ડિસેમ્બરમાં લેવાયેલી CA ફાઇનલ્સ પરીક્ષાનું ગઈકાલે પરિણામ જાહેર કરાયું છે. જેમા સુરત ની દિકરી રાધિકા બેરીવાલાએ ઓલ ઈન્ડિયા રેન્ક-1 મેળવીને દેશભરમાં ડંકો વગાડી દીધો છે.
રાધિકા બેરીવાલા ને પોતાના પરીણામ ની ત્યારે ખબર પડી જયારે તે એક લગ્ન પ્રસંગ મા હતા અને ખબર પડી કે તેવો ઓલ ઈન્ડિયા મા પ્રથમ આવ્યા છે ત્યારે તેમની ખુશીઓ નો પાર નહોતો રહ્યો અને તેમને સગા વ્હાલા ના ફોન શુભેચ્છા માટે આવવા લાગ્યા હતા. રાધિકાએ સૌ પ્રથમવાર 800માંથી દેશમાં પ્રથમવાર નવા અભ્યાસક્રમમાં સૌથી વધુ 640 માર્ક મેળવ્યાં છે અને સુરત ની પણ પ્રથમ યુવતી બની છે જેણે આટલા માર્કસ મેળવ્યા છે.
રાધિકા બેરીવાલા પોતાની સફળતા અંગે Divyabhaskar સાથે વાત કરતા કહે છે કે CA કરી રહેલા દરેક સ્ટુડન્ટે પોતાની પર ભરોસો રાખવો જોઈએ અને ખૂબ મહેનત જ એકમાત્ર વિકલ્પ છે.નવા અભ્યાસ ક્રમમાં સૌથી વધુ 640 માર્ક મેળવી રેકોર્ડ બનાવ્યો છે. રાધિકા નુ કહેવુ છે કે તે માત્ર મહેનત કરતી હતી તેણે ક્યારે પણ નહોતુ વિચાર્યું કે તે ઓલ ઈન્ડિયા મા પ્રથમ આવશે.
જો રાધિકા ના પરીવાર ની વાત કરવામા આવે તૈ પિતા ચૌટમલ છેલ્લા અઢી દાયકાથી સુરતમાં સ્થાયી થયા છે. મૂળ રાજસ્થાનના ઝૂંઝૂનું જિલ્લાના વતની એવો રાધિકાનો પરિવાર ટેક્સટાઈલના વ્યવસાય સાથે સંકળાયેલો છે. પરિવારની દીકરીએ મેળવેલી સફળતા પર પરિવારે ગર્વ વ્યક્ત કર્યો હતો સાથે જ દીકરીને આગળ અભ્યાસ માટે શુભકામના આપી હતી