Gujarat

સુરત : લગ્નની પહેલી એનીવર્સરી ઑઆ ચોથા દિવસે જ યુવકે આપઘાત કરી લીધો ! આપઘાત કરવાનુ કારણ બેન્ક લોનના….

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લોકોને પૈસા ની ઘણી જરૂરોયાત રહે છે. આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં જીવન જરૂરિયાત ની વસ્તુથી લઈને મોજ શોખ ની વસ્તુઓ સુધી દરેક વસ્તુઓ માટે નાણાં ની જરૂર રહે છે તેવામાં આપણે સૌ નાણાં ના મહત્વને જાણીએ છીએ. પરંતુ લોકો ઘણી વખત પોતાની નાણાંની જરૂરિયાત સંતોષવા માટે બીજા વ્યક્તિ કે બેન્ક પાસેથી નાણાં ઉછીના લે છે જેના પર તેમને વ્યાજ ચૂકવવું પડે છે. આપણે આ બાબતને લોન તરીકે જાણીએ છીએ.

આપણે સૌ જાણીએ છીએ કે એક વખત લોન રૂપી ભરડો વ્યક્તિ ને વીંટેલાઈ જાય પછી વ્યક્તિ તેમાં ફસાઈ જાય છે. ઘણા લોકો તો ઉછીના અને વ્યાજે લીધેલા નાણાં ની ગણતરી દલદલ સાથે પણ કરે છે. કે જેમાં એક વખત નાણાં ઉછીના લીધા બાદ વ્યક્તિ તેના હપ્તાઓના દલદલ માં ડૂબતો જ જાય છે અને જેટલી વધુ મહેનત કરીને બહાર આવવાની કોસીસ કરે પરંતુ તે આ ભરડાને આસાનીથી પાર કરી શકતો નથી.

જો કે એવું પણ નથી કે વ્યક્તિ લોન લીધા બાદ તેને પરત ચૂકવી શકતા નથી. પરંતુ આ લોન ચૂકવવા માટે વ્યક્તિએ યોગ્ય આયોજન કરવું પડે છે. હાલમાં જ લોનને લઈને ઘણો જ વિચલિત કરતો બનાવ સામે આવ્યો છે કે જ્યાં સાત જન્મો સાથે રહેવાનું વચન આપનાર પતિ લગ્નની પહેલી જ એનિવર્સરી ના ચોથા દિવસે આત્મ હત્યા કરી અને આ આત્મ હત્યા પાછળ લોનની ઉઘરાણી ને માનવામાં આવે છે તો ચાલો આપણે આ બાબત અંગે વધુ માહિતી મેળવીએ.

મળતી માહિતી અનુસાર આ બનાવ સુરત ની નીલકંઠ સોસાયટી નો છે. કે જ્યાં મેહુલ દેવગણિયા નામના યુવકે આત્મ હત્યા કરી છે જણાવી દઈએ કે મેહુલ પોતાના માતા, પિતા, નાના ભાઈ અને પત્ની સાથે રહેતો હતો તથા એક રત્ન કલાકાર તરીકે કામ કરતો હતો. આત્મ હત્યા ની આ ઘટના તેમના લગ્નની પહેલી એનિવર્સરીય ના ચાર દિવસ બાદ સર્જાઈ હતી કે જ્યાં મેહુલ પોતાના મિત્ર સાથે બહાર ગયો હતો. તેવામાં મિત્રનું ધ્યાન ન હતું ત્યારે મેહુલે ઝરી દવા પી લીધી.

જો કે મિત્રને શંકા થતા તેણે મેહુલ ને પૂછ પરછ કરતા મેહુલે દવા પીધી હોવાનું જણાવ્યું તે બાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો જ્યાં તેને મૃત ઘોસિત કરવામાં આવ્યો. જો વાત તેના આત્મ હત્યા ના કારણ અંગે કરીએ તો પરિવાર ના જણાવ્યા અનુસાર છેલ્લા 10 દિવસથી બેન્કના લોકો તેની પાસે લોનની ઉઘરાણી કરતા હતા જો કે લોનને લઈને પરિવાર ના લોકોને જાણ હતી નહિ. માટે લોનના હપ્તાથી પરેશાન થઈને તેણે આત્મ હત્યા કરી હોવાનું માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!