સવજીભાઈની જેમ આ બિઝનેસને પણ પોતાના કર્મચારીને આપી ભવ્ય કાર ! જાણો કોણ છે આ દીલદાર બીઝનેસમેન..
આપણે ત્યા અનેક એવા કિસ્સાઓ જોવા મળે છે જેમા મોટા કર્મચારીઓ કે જે ઉચ્ચ હોદ્દા પર હોય તે નાના કર્મચારી નુ શોષણ કરતા હોય છે અને વેતન ના પ્રમાણ મા વધુ કામ કરાવતા હોય છે. ત્યારે ઘણા એવા પણ બોસ હોય કે જે પોતાના કર્મચારી ઓ ને પરીવારના સભ્યોની જેમ સાચવતા હોય ત્યારે એવા જ એક બોસ નો કીસ્સો સામે આવ્યો છે જેમા એક બોસે તેના કર્મચારી ને એક લક્ષરીયસ કાર ભેટ મા આપી છે.
આપણે જે કિસ્સા ની વાત કરીએ છીએ એ કીસ્સો કેરળ મા સામે આવ્યો જેમાં એક ડિજિટલ રિટેલ સ્ટોર MyG ના માલિક શાજી તરકે ઓળખતા વ્યક્તિ એ પોતાના કર્મચારી સી.આર અનીશ ને એક ભવ્ય કાર મર્સિડીઝ બેન્ઝ કાર ભેટ મા આપી છે. કાર નુ મોડેલ જી.એલ.એ 220 ડી છે. જેની કીંમત લાખો રુપીયા મા હોય છે. અનીશ છેલ્લા 22 વર્ષ થી આ કંપની મા કામ કરે છે.
અનીશ આ કંપની મા બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર છે. જયારે અનીશ ને આ કાર ગીફ્ટ કરવામા આવી ત્યારે ખાસ ઉજવણી કરવામાં આવી હતી અને કેક પણ કાપવા મા આવી હતી અને સેલિબ્રિટી કરવામા આવ્યુ હતુ શાજી એ Instagram ની એક પોસ્ટ પર લખ્યુ હતુ કે ડિયર અની… તમે છેલ્લા 22 વર્ષથી મારા માટે મજબૂત આધારસ્તંભ છો. આશા છે કે તમને નવા ક્રુઝિંગ પાર્ટનર ગમશે. હું બહુ ખુશ છું. તે ગર્વની ક્ષણ છે. અની છેલ્લા 22 વર્ષથી મારી સાથે છે. આશા છે કે આ વર્ષે અમે અમારા ભાગીદારોને વધુ કાર ઓફર કરી શકીશું.
અનીશ પણ કાર ની ચાવી લીધા બાદ ખુશી વક્ત કરી હતી અને પોતાના બોસ અને કંપની નો આભાર માન્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે તાજાતર મા મુકેશ અંબાણી એ પણ પોતાના સાથી કર્મચારી ને 22 માળ ની બીલ્ડીંગ ભેટ મા આવી હતી.
View this post on Instagram
