માતા એ બાળક ને 9 મા માળે સાડીથી લટકાવ્યો ! શ્વાસ થભાંવી દે તેવો વિડીઓ સામે આવ્યો
હરિયાણાના ફરીદાબાદ જિલ્લા ની એક ઘટના સામે આવી છે જેમાં માતા પોતાના દિકરા ને દસમા માળેથી સાડી થી બાંધી નવમા માળની બાલ્કની માં ઉતારે છે એ જોઈ આસપાસના રહીશો ની આંખો ખુલ્લી રહી ગઈ હતી અને આ સમગ્ર ઘટના નો વીડિયો બનાવી લઇ મહિલા ઉપર ખૂબ ક્રોધે ભરાયા હતા.
ઘટના ની વિગત જોઈએ તો ફરીદાબાદ જિલ્લાના સેક્ટર 82 ની પ્લોરીડા સોસાયટીમાં તારીખ 6 કે 7 ફેબ્રુઆરીનાં રોજ 10મા માળે રહેતી મહિલા ના કપડાં બાલ્કની માંથી 9 માં માળની બાલ્કની માં પડી ગયેલ અને 9 માં માળનો ફ્લેટ બંધ હોવાથી મહિલા એ પોતાના દીકરા ને સાડી ના છેડા થી લટકાવીને 9 માં માળની બાલ્કની માં તે કપડાં લેવા માટે મોકલ્યો હતો અને પોતાના દીકરાના જીવન સાથે ચેડા કર્યા હતા. જો તેના હાથ થી સાડીનો છેડો છૂટી ગયો તો શું પરીણામ આવશે તે વિચાર સુદ્ધા કર્યા વિના પોતાના બાળકના જીવ ને જોખમ માં મુકનારી માતા નો વીડિયો સોશ્યિલ મીડિયા માં ખૂબ જ વાયરલ થયો .
જ્યારે માતા ને આજુબાજુ રહેતા રહીશો એ પોતે શુ કર્યું તે બાબત એ ઠપકો આપ્યો ત્યારે માતા એ પોતાની ભૂલ સમજાણી હોવાની કબૂલાત કરી અને માફી માંગી..પરંતુ આ ઘટના પછી ખરેખર એક સવાલ ઉભો થયો છે કે શું કોઈ માતા પોતાના જીગર ના ટુકડાને એક કપડાં માટે દસ માં માળે થી આમ લટકાડી શકે..??
#फरीदाबाद– एक कपड़े के लिए मां ने बच्चे की जिंदगी लगा दी दांव पर
मां ने बेटे को साड़ी से बांधकर 10वें फ्लोर से लटकाया
कपड़े लाने के लिए बच्चे को नीचे उतारा
महिला ने कहा- मुझे अपनी गलती पर पछतावा है #Faridabad #Viral #ViralVideo #VideoViral #Video #Haryana @DC_Faridabad pic.twitter.com/b9qWP7VXwE
— Sonu Sharma (Journalist) (@jr_sonusharma) February 11, 2022
એક પ્રસિધ્ધ કહેવત યાદ આવે છેઃ ” માં તે માં બીજા બધાં વગડાના વા ” પણ આ કિસ્સા પરથી લાગે છે કે કળિયુગ ની માતાને આ કહેવત લાગુ નથી પડતી..