છે કોઈ માઈનો લાલ…!!! જે મારી આંખ માં આંખ નાખી કરે વાત. – ગ્રીષ્મા (ઝોએબના શબ્દો મા દુખદ વ્યથા આખ મા આંસુ લાવી દેશે )
સુરત મા શનીવારે સુરતમાં એક દુઃખદ ઘટના સામે આવી છે જેમાં એક યુવતી યુવકે ગળું કાપી હત્યા કરી નાખી હતી આ કત્ય આ ઘટના એટલે દુઃખદ હતી કે યુવતીની હત્યા તેમના પરિવારજનોની સામે જ યુવકે હત્યા કરી નાખી હતી.
આ ઘટનામાં યુવતીનું નામ ગ્રીષ્મા વેકરીયા જ્યારે યુવકનું નામ ફેનીલ કોયાણી જાણવા મળ્યું હતું આ ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા હતા અને સાથે સોશિયલ મીડિયા પર આ ઘટનાનો એક દર્દનાક વીડિયો પણ સામે આવ્યો હતો આ ઘટનાનો આરોપી અવારનવાર યુવતીને હેરાન પરેશાન કરતો હતો ત્યારે યુવતીના મોટા પપ્પા દ્વારા યુવકને ઠપકો અપાતા યુવક કે ગુસ્સે ભરાઇને શનિવારે યુવતીની હત્યા કરી હતી
આ ઘટના બાદ લોકોનો રોષ જોવા મળ્યો હતો જ્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષદ પીડીત પરિવારની મુલાકાત લીધી હતી અને દીકરીને ન્યાય મળશે તેવી ખાતરી આપી હતી જ્યારે દીકરીના માતા-પિતા આફ્રિકા હોવાથી પછી એ વાતથી અજાણ છે કે તેમની દીકરી આ દુનિયામાં નથી રહી જ્યારે તેઓ ભારત આવશે ત્યારે દીકરી ના અંતિમ સંસ્કાર કરવામાં આવશે જ્યારે આ ઘટનાને લઇને સમગ્ર રાજ્યમાં દુઃખની સાથે રોષની લાગણી પણ જોવા મળી હતી.
આ ઘટના બાદ અનેક કલાકરો અને સમાજ સેવકો એ આરોપી ને કડક સજા કરવામા આવે તેવી માંગ કરવામા આવી હતી જયારે આ ઘટના જાહેર મા થય હોવાથી અનેક લોકો જાહેર મા તમાશો જોતા રહ્યા હતા અને દિકરી નો જીવ બચાવવાનો પ્રયાસ પણ કર્યો નહતો ત્યારે આ ઘટના ને લઈને એક બ્લોગ રાઈટર ફેસબુક પર એક પોસ્ટ કરી ને મૃતક ગ્રીષ્મા ની વ્યથા અને દુખ પોતાના શબ્દો મા વર્ણવ્યું હતુ જે ઘણું દુખદ હતુ જે નીચે મુજબ છે.