કાર અને બાઇકનાં દિવાના અરવિંદ વેગડાનું જુઓ કાર કલેક્શન
ગુજરાતી સંગીતની દુનિયામાં એવા ઘણા ગાયક કલાકારો છે, જેમણે પોતાની સંગીતની આવડત થકી જીવનમાં ખૂબ જ સફળતા મેળવી હોય. આજે આપણે વાત કરીશું ગુજરાતનાં લોકપ્રિય સિંગર અને ભાઈ ભાઇ ફેમ અરવિંદ વેગડાની અંગત લાઈફ અને તેમની લાઇફ સ્ટાઇલ વિશે. અરવિંદ વેગડા જેવી રીતે પોતાનાં લુક થી ઓળખાય છે તેમ તેઓ પોતાનાં ગાડીનાં કલેક્શન માટે પણ ખૂબ જાણીતા છે.
મહત્વની વાત એ છે કે, અરવિંદ વેગડાને નવી નવી અલગ અલગ કાર અને બાઇકનાં શોખીન છે. એટલાં શોખીન કે તેમને જો કોઇ કાર કે બાઇક ભલે તેમની ન હોય પણ જો ગમી જાય તો તે તેનો એક ચક્કર મારવાનું ચૂકતા નથી. ભાઇ ભાઇ ફેઇમ અરવિંદ વેગડા પાસે હાલમાં XUV 500 અને ગ્રીન કલરની જીપ છે. તેમજ તેઓ સાયકલિંગનાં દિવાનાં છે. આ સાયકલ તેમને લંડનથી ખાસ ગિફ્ટ કરવામાં આવી હતી. મોન્ટ્રા કંપનીની આ સાયકલ ખુબજ ખાસ છે. તેઓ દરરોજ આ સાકયકલ પર સાયકલિંગ કરે છે. આ સાયકલ તેમણે તેમનાં કારની પાછળ જ લગાવી દીધી છે. જેથી તેમને મૂડ આવે ત્યારે તેઓ ક્યાંય પણ સાયકલિંગ કરી શકે.
પહેલી સાયકલ તેમના પિતાએ HERO કંપનીની સાયકલ આપી હતી અને તેમનાં પિતાએ આપેલી તે પહેલી ગિફ્ટ તેમનાં માટે ખુબજ ખાસ છે. જે બાદ તેમને પિતાએ જ અપાવેલું તેમનું પહેલું સ્કૂટર LML વેસ્પા હતું. જે બાદ તેમણે પોતાનાં પૈસાથી સુઝુકી સામોરાય બાઇક ખરીદી હતી. હાલમાં આ બંને વાહનો તેમની પાસે નથી. પણ તેમની યાદમાં જરૂર છે.
તેમની પાસે એક સમયે ફિઆટ આલિયો, ફિએના, ટોયોટા કરોના, ફોર્ડ આઇકોન જોશ, હોન્ડા સિવિક, સોનાટા, જેવી કાર્સ હતી. જે સમયાંતરે બદલી નાંખી. હાલમાં તેમની પાસે XUV 500 અને JEEP બે જ કાર છે. આ કાર તેમનાં મિત્રની છે તેઓ ઓસ્ટ્રેલિયા ગયા હતાં ત્યારે તેમને મિત્રની ઓડી કાર ચલાવી હતી.
આ સાયકલ તેમને લંડનથી ખાસ ગિફ્ટ કરવામાં આવી હતી. મોન્ટ્રા કંપનીની આ સાયકલ ખુબજ ખાસ છે. તેઓ દરરોજ આ સાકયકલ પર સાયકલિંગ કરે છે ગ્રીન જીપ પહેલાં તેમની પાસે પીળા રંગની જીપ હતી. જે થોડો સમય તેમને ચલાવી હતી પછી બદલીને ગ્રીન જીપ લીધી હતી. તેઓ તેમની XUV500ની પાછળ આ રીતે સાયકલ રાખે છે