EntertainmentIndia

આખરે પ્રેમ સામે શરીર હાર્યું! પ્રેમી પ્રેમિકા નું વજન હતું વધુ પરંતુ પ્રેમ ખાતર જે કર્યું જાણીને..

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિના જીવનમાં પ્રેમ ઘણો જરૂરી છે. પ્રેમએ બે વ્યક્તિ નહીં પરંતુ બે આત્મા નો સંબંધ છે. કહેવાય છે કે સાચા પ્રેમીઓ શરીર સાથે નહીં પરંતુ વ્યક્તિની આત્મા સાથે પ્રેમ કરે છે પ્રેમમાં શરીર નું કદ અને આકાર કે પછી આર્થિક બાબત કોઈ મહત્વ ધરાવતી નથી.

આપણે અનેક પ્રેમના કિસ્સાઓ જોયા અને સાંભળ્યા છે કે જેમાં પ્રેમી અને પ્રેમિકા પોતાના પ્રેમ ખાતર કોઈ પણ મુશ્કેલીઓ નો સામનો કરવા અને પોતાના પ્રેમી કે પ્રેમિકા ને જીવનમાં તમામ ખુશીઓ આપવા માટે અનેક પ્રયત્ન કરે છે. અને હંમેશા પોતાના કરતા વિશેસ પોતાના સાથીની ચિંતા કરે છે.

હાલમાં આવોજ એક પ્રેમ પ્રસંગ સામે આવ્યો છે કે જેમાં પ્રેમી અને પ્રેમિકા નું વજન વધુ હોવાથી તેમણે જે કર્યું તે એક મિસાલ છે. આ લવ સ્ટોરી મિતેષભાઇ અને યાશ્રીબેનની છે. વાત ની શરૂઆત 10 વર્ષ પહેલા થાય છે કે જ્યારે મિતેષ ભાઈ ના પિતા અવશાન પામ્યા હતા. આ સમયે મિતેષભાઇ 146 કિલો ના હતા. જે સમયે પિતાની મૃત્યુ ના દુઃખને ભૂલવા માટે મિતેષ ભાઈ મિત્ર ની દુકાને બેસવા જતા જણાવી દઈએ કે આ દુકાન યાશ્રિ બેનના સગાની હતી જો વાત યાશ્રિ બેનની કરીએ તો આ સમયે યાશ્રીબેન 105 કિલો વજન ધરાવતાં હતાં.

મિત્રની દુકાને જ મિતેષભાઇ અને યાશ્રીબેનની પહેલી વખત મુલાકાત થઈ.જે બાદ મુલાકાતો થવા લાગી અને બંને ની મિત્રતા થઈ આ મિત્રતા ધીરે ધીરે વધી પ્રેમમાં પરિણમી. બંને ના વજન વધુ હોવાને કારણે બંને ના સંબંધો ગાઢ બન્યા. જો કે આ સમયે યાશ્રિ બેનને મિતેષ ભાઈ ને વજન ઘટાડવા માટે પ્રેરણા આપી જે બાદ ખોરાક અને કસરત માટે અનિયમિત મિતેષ ભાઈ ખોરાક માં નિયમિત થયા અને યોગ્ય ડાયટ અપનાવી સાથે જિમમા જઈને કસરત કરવા લાગ્યા જે બાદ તેમનું વજન 146થી ઘટીને 76 પર આવી ગયું.

વજન ઘટયા બાદ મિતેષ ભાઈને સારું લાગતા તેમણે યાશ્રિ બેનને પણ વજન ઘટાડવા આગ્રહ કર્યો જે બાદ યાશ્રિ બેન પણ નિયમિત જિમ કરવા લાગ્યા અને હાલમાં તેમનું વજન 65 કિલો થઇ ગયું છે. આવી રીતે 10 વર્ષમા બંને યુગલે પોતાના પ્રેમ ખાતર એક બીજા ની વાત માનીને વજન ઘટાડયુ અને 10 વર્ષમાં તેમની લવ સ્ટોરી 251 કિલો પર શરુ થઇ અને હવે 141 કિલો પર અટકી છે.

જણાવી દઈએ કે હાલમાં મિતેષ ભાઈ પોતનુ વજન ઘટયા બાદ આંતરરાષ્ટ્રીય સંસ્થામાંથી ન્યુટ્રીશન અને ફીટનેસ સાયન્સનાં કોર્સ કર્યા જે બાદ હવે તેઓ ડાયેટીશ્યન તરીકે કાર્યરત પણ છે. અને વ્યવસાયે તેઓ ખેડૂત છું. જણાવી દઈએ કે હવે આ પ્રેમ સંબંધ નવા શીખર સર કરશે અને આવતા અઠવાડીયા બાદ તેઓ લગ્ન કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!