Entertainment

સિનેમા જગતમાં સન્નાટો ! મુશર ગાયક કલાકાર બપ્પી લેહરી નુ નીધન થયુ , મૃત્યુ થવાનુ કારણ

લાગે છે કે, દેવલોકમાં ગાંધર્વનું સંગીત બેસુર થઈ ગયું છે, એટલે જ પૃથ્વી પરના સંગીતકારો દેવલોક તરફ પ્રયાણ કરી રહ્યા છે. ખરેખર આ ખૂબ જ દુઃખ ઘટના છે કારણ કે હાલમાં જ આપણે સદાબહાર અને સંગીતનું સાક્ષત સ્વરૂપ એવા લતાજી ગુમાવ્યા છે, ત્યારે આજનો દિવસ ફરી સંગીતની દુનિયા માટે કાળો દિવસ બની ગયો છે. હાલમાં જ જાણવા મળ્યું છે કે, બોલીવુડના લોકપ્રિય સંગીતકાર બપ્પી લહેરીનું દુઃખ નિધન થયું છે.

આ સમાચાર થી બોલીવુડમાં સન્નાટો છવાઈ ગયો છે. 69 વર્ષની ઉંમરે  મુંબઈની હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા.
તેમના નિધનના સમાચાર સામે આવ્યા બાદ બોલીવૂ઼માં શોકનું મોજું ફરી વળ્યું છે. થોડાક દિવસ પહેલાજ લતા મંગેશકરનું નિધન થયું હતું ત્યારે વધુમાં બપ્પી લહેરીનું નિધન થયું છે. જેના કારણે આખી ઈન્ડસ્ટ્રી અત્યારે શોકમાં છે.
 

છેલ્લા કેટલાક સમયથી તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને હોસ્પિટલમાંજ તેમણે અંતિમ શ્વાસ લીધા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બપ્પી લાહિરીનું નિધન રાત્રે લગભગ 11 વાગે થયું હતું. બપ્પી લાહિરી ઘણા સમયથી બીમાર હતા અને ક્રિટી કેર હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.બપ્પી લહરીને એક મહિના માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સોમવારે રજા આપવામાં આવી હતી. પરંતુ મંગળવારે તેમની તબિયત બગડતાં તેમના પરિવારજનો ડૉક્ટરને તેમના ઘરે લઈ ગયા.

ત્યાર બાદ ફરી તેમને હૉસ્પિટલમાં પાછા લાવવામાં આવ્યા. તેમને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી.ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ ને કારણે રાતે નિધન થતા આ દુઃખ સમાચાર આપણે સૌને આજ સવારે જ મળ્યા છે. બપ્પી લહેરી 90 નાં દશકમાં ડિસ્કો સંગીતની શરૂઆત કરી હતી અને તેઓ સોનાનાં ખૂબ જ ચાહક હતા બપ્પી લહેરીજી ની ઓળખ સોના થકી જ થતી અને તેઓ સોના જેવું સુવર્ણમય જીવન જીવી ગયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!