Entertainment

આવી રીતે ખુશીથી જીંદગી જીવતી હતી ગ્રીષ્મા ! પરીવાર માટે આ તસવીરો કાયમ નુ સંભારણું રહેશે, જુવો તસવીરો

ગ્રીષ્માની કાલે અંતિમ વિદાયનાં દ્રશ્યો આપણે સૌ કોઈ જોયા છે, આ દ્રશ્યોમાં તેમના પરિવારજનોનું દુઃખ આપણે અનુભવી ન શકીએ પરતું આ દુઃખ કેટલું કઠિન હશે એ તો જેના પર આવ્યું એ જ જાણી શકે છે. આ અંતિમ વિદાયમાં અનેક લોકો જોડાયા પણ લાગણીઓ કે વેદનાઓ તો માત્ર ને માત્ર તેમના પરિવારજનોની જ જોડાયેલી હોય છે, વ્યક્તિ સહાનુભૂતિ આપી શકે પણ પોતે દુઃખની અનુભૂતિ ક્યારેય ન કરી શકે. ગ્રીષ્મા તો હવે ચાલી ગઈ અને આ ગુજરાત ભરના સૌ લોકો આ ઘટનાને ભૂલી જશે અને આવનાર સમયમાં બીજી કોઈ ઘટના પર દુઃખી હશે. ઉ.દા કિશન ભરવાડનું જ જોઈ લો.

કિશનનું દુઃખ આપણે ભૂલી ગયા પણ એમના પરિવારજનોને તો હશે અને જીવન ભર રહેશે. બસ આવી જ રીતે આપણે સૌ કોઈ ગ્રીષ્માનાં દુઃખ ને ભૂલી જઈશું પણ તેમની યાદો તેમના પરિવારજનોને જીવનના અંત સુધી રહેશે. આ યાદો માત્ર ને માત્ર તેની તસ્વીરોમાં સમાઈ ગઈ. જીવન ખૂબ જ અઘરું છે.આપણે સૌ કોઈ આ દુઃખ ઘટના વિશે જાણીએ છે કે, સુરત જિલ્લાના કામરેજના પાસોદરામાં ફેનિલ પંકજ ગોયાણીએ એકતરફી પ્રેમમાં ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીનું તેની માતા અને ભાઈની નજર સામે જાહેરમાં ગળું કાપી હત્યા કરી નાખી હતી પણ ગ્રીષ્માનું જીવન ખૂબ જ કરુણમય અને હ્દય સ્પર્શી રહ્યું છે.

ગ્રીષ્મા દિવ્યાંગ માતા વિલાસબેન-પિતા નંદલાલની જ નહીં, પણ કુટુંબની લાડકી દીકરી હતી. ઘરકામ સાથે અભ્યાસ કરવો દિવ્યાંગ માતાની સેવા કરવી, સાથે સાથે ઘરમાં ટીકી લગાડવાનું કામ કરી બે રૂપિયા કમાતી હતી. બહાર ગામ જતી તોપણ માતાને દિવસના 3 ફોન કરી હાલચાલ પૂછતી હતી. પિત્ઝા અને સેન્ડવિચ, એ પણ ચીઝવાળા તો તેને ખૂબ જ ભાવતા હતા. પોતાની બચતમાંથી જ ખરીદવાનું પસંદ કરતી હતી. કપડાનો ખૂબ જ શોખ હતો. જીન્સ અને ટી-શર્ટ, કુરતો, એના પર દુપટ્ટો લીધા વગર બહાર નહીં નીકળતી હતી.

મે મહિનામાં પિતા આફ્રિકાથી આવ્યા બાદ ગ્રીષ્મા પરિવાર સાથે નૈનિતાલ અને કેરળ ફરવા જવાની હતી. 1500 રૂપિયા ભરીને ગિટાર શીખવા જતી હતી. તલાટી-મામલતદારની પરીક્ષાનું ફોર્મ પણ ભર્યું હતું. રોજ સવારે 4 વાગ્યે ઊઠીને તૈયારી પણ કરતી હતી. એવું પણ કહેતી હું તો પોલીસ-ઇન્સ્પેક્ટર બનવા માગું છું, ભણવામાં હોશિયાર હતી. આખું કુટુંબ તેને સહકાર આપતો હતો. કહેવાય છે ને કે, જીવનની જ્યોત ક્યારે બુજાઇ જાય કોઈ નથી જાણતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!