Entertainment

લ્યો બોલો ફરી આવી ગઈ “કયુંકી સાસ ભી કભી બહુ થી ” સીરીયલ આ તારીખ શરુ થશે સ્ટાર પ્લસ પર…

ભારતીય મહિલાઓનું જીવન ધારાવહિક વિના અધુરૂ છે! તેમના જીવનના એક તો પોતાના જીવનની ચિંતાઓ અને બીજી ચિંતાઓ તેમની ધારાવાહિકનાં પાત્રના જીવનની! એક સમય એવો હતો જ્યારે એકતા કપૂરની ને લોકપ્રિય સિરિયલો દરેક ભારતવાસીઓના હદયમાં સમાઈ ગઈ અને એ સિરિયલનાં કિરદારો લોકોના પરિવારના સભ્યો બની કેમ ગયા હોય એવું જ લાગતું હતું. ફરી એક વખત એકતા કપૂર આ સિરિયલ પાછી લાવી રહી છે.

આપણે તુલસી નું નામ સાંભળતાની સાથે જ ક્યુકી સાસ કી કભી બહુ થી સિરિયલની સ્મૃતિ ઇરાની યાદ આવી જાય. આમ પણ કેમ યાદ ન આવે કારણ કે આ સિરિયલ દર્શકોના હૈયામાં રાજ અને લોકોની સાથે કિરાદારોએ લાગણી બાંધી. હાલમાં જ તમામ લોકો માટે એકતા કપૂર ખુશ ખબર લઈને આવી છે.
આ વાત જાણીને તમારું હૈયું પણ ખુશ થઈ જશે કારણ કે વાત જ એવી છે કે, ખુશ થવું જોઈએ. ફરી જૂની યાદો તાજી થશે જ્યારે તમારા આંગણે તુલસી આવશે.

એકતા કપૂરે 2000ની સાલમાં રિલીઝ કરેલી ટીવી સિરિયલ ક્યુકી સાસ ભી કભી બહુ થી ખૂબ જ લોકપ્રિય નીવડી હતી. તે લોકોના દિલમાં વસી ગઈ હતી.1800 એપિસોડ અને 8 વર્ષ સુધી આ સિરિયલ ચાલી હતી. ત્યારબાદ તે બંધ થઈ ગઇ હતી. જોકે, હવે ક્યુકી સાસ ભી કભી બહુ થી અંગે આનંદના સમાચાર આવ્યા છે.

એકતા કપૂરે ક્યુકી સાસ ભી કભી બહુ થી (Kyuki Saas B ને ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. તેણે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો હતો. જેમાં તુલસીની ભૂમિકા ભજવનાર સ્મૃતિ ઇરાનીને પ્રેક્ષકોનું સ્વાગત કરતી જોઇ શકાય છે. સ્ટાર પ્લસ પર 16 ફેબ્રુઆરીથી આ શોનું રિ-રન શરૂ થશે અને ચાહકો આ શો દરરોજ સાંજે 5 વાગ્યે જોઈ શકશે.

એકતાએ પ્રોમો શેર કરતી વખતે લખ્યું હતું કે, પ્રોમોની એક ઝલક જોઈને બધી જૂની યાદો તાજી થઈ ગઈ. આજે, જ્યારે હું પાછળ ફરીને જોઉં છું, ત્યારે મને આ શોને સૌથી પ્રિય બનાવનાર દરેક ક્ષણ યાદ આવે છે ! તેવા જ પ્રેમ સાથે આ સફરમાં ફરી જોડાવ. બુધવારથી દરરોજ સાંજે 5 વાગ્યે, માત્ર સ્ટારપ્લસ પર.આ સિરીયલ ખરેખર ખૂબ જ પ્રેરણાદાયી અને પારિવારિક હતી જે પરિવાર અને સંબધોનાં મૂલ્યો સમજાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!