India

સોના મા રોકાણ કરવાનો સોના નો અવસર ! ભાવ 50000 ની નીચે વયા ગયા…

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં લગ્નનો સમયગાળો ચાલી રહ્યો છે તેવામાં લગ્ન માટે મોટા પ્રમાણમાં લોકો દ્વારા સોના અને ચાંદી ની માંગ કરવામાં આવી રહી છે જો કે હાલમાં લોકો એક સલામત અને ટકાઉ રોકાણ તરિકે પણ સોનને પસંદ કરે છે. આપણે સૌ જાણીએ છિએ કે સોનું અને ચાંદી બંને ઘણી મુલ્યવાન ધાતુ છે તેવામાં લોકો આવી ધાતુઓ ખરીદવા અને તેમાં પોતાના નાણાં રોકવા માટે ઇચ્છા ધરાવતા હોઈ છે.

જો તમે પણ આવી ઇચ્છા ધરાવો છો તો આ અહેવાલ તમારાં માટે છે. મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં થોડા સમયથી અનેક કારણો ને લઈને સોના અને ચાંદી ના ભાવોમા ઘણી વઘ ઘટ જોવા મળી હતી. તેવામાં હાલમાં સોનાના ભાવ ઘટતા ખરીદનાર વર્ગ માં ખુશી નો માહોલ છે.

સૌ પ્રથમ જો વાત પીળી ધાતુ અંગે કરીએ તો જણાવી દઈએ કે વર્ષ 2020માં MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 56,200 રૂપિયાની સપાટી પર પહોંચી ગયો હતો જો કે હાલમાં સોનાએ પોતાની ચમક ઓછિ કરી છે જણાવી દઈએ કે હાલમાં MCX પર સોનાની કિંમત માં 0.04 ટકાના ઘટાડો જોવા મળ્યો છે એટલે કે હવે સોનાની કિંમત 49,365.00 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે.

હવે જો વાત બીજી અમૂલ્ય ધાતુ એટલે કે ચાંદી અંગે કરીએ તો MCX પર ચાંદી ની સ્થિતિ સોના કરતા અલગ છે એટલે કે આજે અહીં ચાંદીની કિંમત માં 0.10 ટકાના વધારે જોવા મળ્યો છે આ વધારા બાદ ચાંદી ની કિંમત હાલમાં 63,051 રૂપિયા પર ટ્રેડ કરી રહી છે.

તમે સોનાની શુદ્ધતા ચેક કરવા ઈચ્છો છો તો આ માટે સરકારની તરફથી એક એપ બનાવવામાં આવી છે. ‘BIS Care app’ થી ગ્રાહક સોનાની શુદ્ધતા જાણી શકે છે. આ એપની મદદથી સોનાની શુદ્ધતા ચેક કરવાની સાથે તેને લઈને ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાયસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહક તેની ફરિયાદ કરી શકે છે. આ એપની મદદથી ગ્રાહકને ફરિયાદ નોંધવાની જાણકારી મળી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!