Gujarat

ફરી વખત ગ્રીષ્માં હત્યા જેવો બનાવ! સુરતમાં એક તરફી પ્રેમીએ પરણિત પ્રેમિકાના બાળકનો લીધો જીવ અને તેને…

મિત્રો છેલ્લા થોડા સમયથી સુરત શહેર અનેક અપરાધને લઈને સતત ચર્ચામાં જ રહે છે. અહીં રોજ અનેક અપરાધના બનાવો સામે આવી રહ્યા છે તેવામાં કાયદા વ્યવસ્થા ને લઈને પણ ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા છે. રાજ્યમાં સતત વધતા જતા હત્યા ના મામલાએ લોકોમાં ડરનો માહોલ સર્જ્યો છે. પહેલા કિશન ભરવાડ ની હત્યા જે બાદ ગ્રીષ્માં ની હત્યા અને હવે ફરી પછી સુરત માંથી હત્યા નો મામલો સામે આવતા આખા રાજ્યમાં ડર નો માહોલ સર્જાયો છે. અહીં પણ પ્રેમ પ્રકરણ ને લઈને હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે.

મિત્રો છેલ્લા ઘણા સમયથી લોકો પ્રેમના નામે માણસાઈ ની હદો વટી રહ્યા છે, અને પ્રેમ જેવા પવિત્ર સંબંધને કલંકિત કરી રહ્યા છે. પ્રેમના નામે હત્યાના અનેક બનાવો સામે આવે છે તેવામાં હવે ફરી વખત સુરતમાં એક તરફી પ્રેમીએ પરણિત પ્રેમિકાના બાળકની હત્યા કરતા ફરી ચકચાર મચી ગયો છે. આ અમાનવીય ઘટનાની વિગતો આ પ્રમાણે છે. મળતી માહિતી અનુસાર હત્યા નો આ બનાવ સુરતમાં સર્જાયો છે. અહીંના પારડી ગામના બહુચર નગરની એક ચાલ ની ખોલીમાં માસુમ બાળકનો મૃત દેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી સર્જાઈ છે.

માહિતી મળતા પોલીસ સક્રિય થઇ અને ઘટનાની તાપસ કરવા લાગી જેમાં બાળક માત્ર 11 વર્ષનો હોવાનું સામે આવ્યું અને બાળક પાલી ગામ ના સચીનમાં રહેતો હોવાની માહિતી મળી છે. અહીં એક તરફા પ્રેમમાં પાગલ શાહબુદ્દીન નામના વ્યક્તિએ પરણિત પ્રેમિકા નો પ્રેમ મેળવવા માટે આવું અમાનવીય કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે. તપાસમાં બાળક ને અપહરણ કર્યા બાદ તેના ગળા અને માથના ભાગ પર હુમલાના અને ગળું દબાવવાના નિશાન પણ મળ્યા છે.

પોલીસ દ્વારા તપાસમાં હાલમાં પ્રાથમિક ધોરણે એવું પણ જાણવા મળ્યું છે કે આરોપી પ્રેમી આજ બાળકના ઘરમાં ભાડુઆત તરીકે રહેતો હતો. સુરત માં વધી રહેલા હત્યા ના બનાવો ને કારણે લોકોમાં ડર નો માહોલ છે. ખાસ કરીને આવા બનાવ બન્યા બાદ લોકો પોતાના બાળકોને લઈને ઘણા ચિંતિત છે, અને આવા બનાવો સમાજ માટે ખતરાની ઘંટી સમાન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!