ફેનિલ ગોયાણી નુ ગ્રીષ્મા ને આ જગ્યા એ મારવાનું હતુ પ્લાનીંગ પરંતુ પહેલી ઘાત મા આવી રીતે બચી હતી ગ્રીષ્મા…
મિત્રો આપણે જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ગુંડા તત્વનું જોખમ વધી ગયું છે. હાલમાં આવા લોકો રાજ્યની કાનૂન વ્યવસ્થા ને પડકારી રહ્યા છે. અને ગુંડા રાજ કાયમ કરવા માંગતા હોઈ તેમ એક પછી એક જેવી રીતે હત્યાના બનાવો સામે આવ્યા છે તેના કારણે હવે રાજ્યમાં ડર નો માહોલ છે. થોડા સમય પહેલા જ જાહેરમાં કિશન ભરવાડ નામના યુવકની હત્યા તેમના જ ઘર પાસે કરવામાં આવી તે બાદ સુરત માં ફરી હત્યા નો મામલો બન્યો હતો કે જ્યાં એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલ નામના યુવકે જાહેરમાં ગ્રીષ્માં નામની યુવતીને રહેશી નાખતા સર્વત્ર શોકનો માહોલ છે. સૌ કોઈ ફેનિલને આકરી સજા મળે તેવી માંગ કરી રહ્યા છે.
જણાવી દઈએ કે ગ્રીષ્માં ની હત્યા બાદ ફેનિલે પણ ઝેરી દવા પીને પોતાની નસ કાપીને આત્મ હત્યા કરવાનો વિચાર કર્યો હતો. પરંતુ આવું શક્ય બન્યું નહિ તેને હોસ્પિટલ લઇ જવામાં આવતા તેનો જીવ બચાવવામાં આવ્યો હતો. જો કે હાલમાં ફેનિલને હોસ્પિટલમાં થી રજા આપવામાં આવી છે. અને તે પોલીસ ની કસ્ટડીમાં છે. અહીં પોલીસ દ્વારા પૂછતાછ કરતા ફેનિલે ઘણા ચૉકાવનારા ખુલાસા કર્યા છે. જણાવી દઈએ કે ફેનિલે જણાવ્યું હતું કે તે ગ્રીષ્માં ને ઘર પાસે નહિ પરંતુ કોલેજમાં મારવાનો વિચાર કરી રહ્યો હતો.

પોલીસ કસ્ટડીમાં પોલીસે જયારે ફેનિલ ને ગ્રીષ્માં ની હત્યા ને લઈને સવાલ પૂછ્યા ત્યારે ફેનિલે જણાવ્યું કે તેણે પહેલા ગ્રીષ્માંને કોલેજમાં મારવાનો પ્લેન બનાવ્યો હતો અને તે ગ્રીષ્માંની અમરેલી માં આવેલી કોલેજે પણ પહોંચ્યો હતો. જોકે ગ્રીષ્માંના નસીબ કે તે સમયે ગ્રીષ્માં કલાસમાં હતી. તેવામાં ગ્રીષ્માં ની મિત્ર ફેનિલને મળી હતી અને ફેનિલે તેને ગ્રીષ્માંને મળવા માટે બોલાવવા કહ્યું હતું. પરંતુ ગ્રીષ્માં કલાશમાં હતી માટે તે મળવા આવી નહિ.

જયારે આ વાત ની ખબર ગ્રીષ્માં ને પડી ત્યારે તેણે પોતાના માસીને કોલેજ બોલાવ્યા અને તેની સાથે જ ઘરે જવાનું નક્કી કર્યું આમ જો કોલેજમાં ગ્રીષ્માં ના માસી ન હોત તો ફેનિલ ગ્રીષ્માંને કોલેજમાં મારી નાખત. જોકે ફેનિલ છેલ્લા ઘણા સમયથી ગ્રીષ્માંનો પીછો કરતો જ હતો. તેવામાં 12 તારીખે ફેનિલ ગ્રીષ્માંના ઘરે પહોંચ્યો અને ગ્રીષ્માંનું ગળું કાપીને તેની હત્યા કરી નાખી હતી. જો કે હવે મામલાની ગંભીરતાને લઈને પોલીસ વિભાગ દ્વારા તપાસ અભિયાન તેજ કરવામાં આવ્યું છે અને જલ્દી કેસ સોલ્વ થઇ જાય તેવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

જણાવી દઈએ કે હાલમાં હોસ્પિટલમાંથી ફેનિલ ડિસ્ચાર્જ થતાં જ તેની કામરેજ પોલીસે ધરપકડ કરી હતી. આ મામલે ઉચ્ચ તપાસના આદેશ આપવામાં આવ્યા છે, જેને લઈને આ ઘટનાની તપાસ માટે એસ.આઈ.ટી.ની રચના કરવામાં આવી છે, જેમાં એક એસપી, બે ડીવાયએસપી, 5 પીઆઈ, પીએસઆઈ તેમજ જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમ તપાસમાં જોડાઈ છે.
