માત્ર 15 રૂ. નોકરી કરનાર વ્યક્તિ એ 16000 કરોડની કંપની ઉભી કરી, બાળપણમાં પિતા અને ભાઈનું મુત્યુ
જો એક વ્યક્તિ ઈચ્છે તો અશક્ય કાર્ય ને શક્ય બનાવી શકે છે. તેમજ જીવનમાં અથાગ પરિશ્રમ થકી જીવનમાં ઘણું બધું મેળવી શકે છે. આજે અમે આપને એક એવા જ વ્યક્તિ ની વાત જણાવીશું. એક સમયે રોજના 15 રૂપિયા કમાતો હતો પરતું આજે તે 1600 કરોડની કંપનીનો માલિક બની ગયો છે.આ વ્યક્તિ એટલે સુદીપ દત્તા છે.પશ્ચિમ બંગાળ ના દુર્ગાપુરના એક પરિવાર જન્મ થયો હતો.સુદીપ દત્તાના પિતા ભારતીય સૈનિક હતા. તેમણે 1971માં ભારત-પાક યુદ્ધમાં ભાગ લીધો હતો. આ યુદ્ધમાં તેમના પિતાને ગોળી વાગી અને તેઓ કાયમ માટે લકવાગ્રસ્ત થઈ ગયા.
પિતાની શારીરિક નબળાઈ સુદીપના મોટા ભાઈના ખભા પર આવી જતાં ઘરની તમામ જવાબદારી સુદીપના મોટા ભાઈ પર આવી ગઈ હતી, પરંતુ થોડા જ સમયમાં સુદીપના ઘરની પરિસ્થિતિ જડમૂળથી હચમચી ગઈ હતી.સુદીપ ના ભાઈ પર ઘર ની બધી જવાબદારી આવતા તે કમાઈ ને પોતાનું ઘર ચલાવતો હતો. સુદીપ માત્ર 16-17 વર્ષનો હતો જ્યારે તેના મોટા ભાઈ અને પિતાનું અવસાન થયું. અભ્યાસના નામે તેની પાસે માત્ર 12 પાસનું પ્રમાણપત્ર હતું. હવે સુદીપે ચાર ભાઈ-બહેન અને માતાની જવાબદારી ઉપાડવાની હતી. જ્યારે સુદીપની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ, ત્યારે તેણે તેના મિત્રોનું સૂચન સ્વીકાર્યું અને તેણે રોજના 15માં નોકરી શરૂ કરી.
.પૈસા કમાવવા તેમના માટે બિલકુલ સરળ ન હતા. તે પોતાના ઘરથી ફેક્ટરી સુધી દરરોજ 40 કિલોમીટરનો પ્રવાસ કરતો હતો.સુદીપ લગભગ 2 વર્ષ સુધી ફેક્ટરીમાં કામ કરતો રહ્યો પરંતુ ફેક્ટરીના માલિકોએ નુકસાનને કારણે ફેક્ટરી બંધ કરવાનો નિર્ણય લીધો હતો. આવી સ્થિતિમાં, ફેક્ટરીમાં કામ કરતા તમામ મજૂરો નવું કામ શોધવા લાગ્યા, પરંતુ સુદીપ તે બધામાં અલગ હતો અને તેણે ફેક્ટરી જાતે ચલાવવાનું નક્કી કર્યું. કોઈક રીતે તેણે 16000 જમા કરાવ્યા અને તેણે ફેક્ટરીમાં સાત મજૂરોને રાખ્યા. સુદીપને ફેક્ટરી ખરીદવા માટે 2 વર્ષનો નફો માલિકોને વહેંચવાનું વચન આપવું પડ્યું કારણ કે 16000 ખૂબ ઓછા હતા. આ રીતે સુદીપ જે ફેક્ટરીમાં એક સમયે મજૂર હતો, હવે તે ફેક્ટરીનો માલિક બની ગયો છે.
સુદીપે ધીમે ધીમે શ્રેષ્ઠ પેકેજિંગ આપીને તેનું માર્કેટ બનાવવાનું શરૂ કર્યું. વિશ્વની કેટલીક સફળ કંપનીઓમાંની એક અનિલ અને તેના વેદાંત ગ્રુપે ઈન્ડિયા ફોઈલ નામની કંપની શરૂ કરી. અનિલ અગ્રવાલની કંપની સામે ટકી રહેવું લગભગ અશક્ય હતું, પરંતુ સુદીપ દત્તાનો જુસ્સો ઊંચો હતો અને તેણે કોઈ પણ સંજોગોમાં હાર ન માની, તેણે ઘણી નવી બિઝનેસ વ્યૂહરચના અપનાવી અને ગ્રાહકો સાથેના વ્યવસાયિક વ્યવહારને મજબૂત બનાવ્યો.
