Gujarat

પોલીસમાં ફરજ બજાવતાં બે અશ્વોનું નિધન થતા અનોખી રીતે કરવામાં આવી અંતિમ વિધિ, દરેકની આંખોમાં આંસુઓ…

રાજકોટના શહેર અને રૂરલ માઉન્ટેડ પોલીસ બેડામાં ફરજ બજાવતી અશ્વ જોડી માધવ અને લતાનું 5 દિવસના અંતરાલમાં મૃત્યુ થયું છે.બન્નેને શોક સલામી, ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય અપાઈ હતીઅને માઉન્ટેડ વિભાગમાં જ દફનવિધિ કરાઈ હતી.અશ્વદળમાં સેવા આપતા માધવનો જન્મ 27 વર્ષ પૂર્વે થયો હતો.

સતત છેલ્લા 21 વર્ષ સુધી રહ્યો હતો. રાજકોટમાં યોજાતા કોઈ જાહેર કાર્યક્રમોમાં સુરક્ષા સંબંધી સેવામાં માધવ હાજર રહેતો હતો. 27 વર્ષની વયે ગઈકાલે અંતિમ શ્વાસ લેનાર અશ્વ માધવ તેની યુવા વયે લાંબી રેસનો અશ્વ હતો. ટેન્ડ પેકિંગ ગેમનો માસ્ટર હોર્સ ગણાતો હતો. જે રીતે માણસ ને અંતિમ વિદાય આપવામાં આવે છે, એવી જ રીતે આ બંને ઘોડાઓને અંતિમ વિદાય આપી.

વયમર્યાદા અને અશકત બનવાથી અશ્વ માધવ બે વર્ષ પૂર્વે નિવૃત્ત થયો હતો. થોડા દિવસથી માધવ બીમાર રહેતો હતો સારવાર ચાલુ હતી ગઈકાલે તેણે સવારે શ્વાસ લીધો હતોશોક સલામી અપાઈ હતી અને ગાર્ડ ઓફ ઓનર આપી માઉન્ટેડ વિભાગમાં જ નફનવિધિ કરાઈ હતી.પોલીસ ફરજ ઉપરાંત લતા પણ ટેન્ટ પેગીંગ રમતમાં પારંગત અને પોલીસ અશ્વદળની માનીતી ઘોડી હતી. લતાએ તેના યુવાકાળ દરમિયાન બે બચ્ચા આપ્યા હતા.

બન્ને વછેરા પણ હાલ યુવાવય સાથે રાજકોટ રૂરલ પોલીસ માઉન્ટેડ વિભાગમાં જ ફરજ પર છે. લતાને વયમર્યાદા અને અશકત બનતા ગત માસાંતે તા.29 ના રોજ નિવૃત જાહેર કરાઈ હતી અને તા.12 ના રોજ દેહ છોડયો હતો.રાજકોટ રૂરલ પોલીસની ઘોડી લતા ગત મહિને તા.29 ના રોજ નિવૃત થઈ હતી. અશકત અને વયમર્યાદાને લઈને તેની સેવા લેવાનું બધં કરાયું હતું. લતાનો વંશવેલો (બન્ને બચ્ચા) હાલમાં રૂરલ પારેલીસ માઉન્ટેડ પોલીસમાં ફરજ પર છે. પોલીસ સ્ટેશનમાં હાજર તમામ લોકોની આંખમાં આંસુઓ આવી ગયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!