Gujarat

આ ગામની મીઠાઈ ખાધા વગર અંબાણી પરિવારને જરા પણ નથી ચાલતું, મીઠાઈ ખાવા માટે હેલિકોપ્ટર દ્વારા મુંબઈ મંગાવે છે.

અંબાણી પરિવારનું નામ સાંભળતાની સાથે જ તેમના સાથે જોડાયેલી દરેક વાતો વિશે જાણો આપણે આતુર બનીએ છે.
આજે અમે અંબાણીનાં જીવનની એક ખાસ વાત કરીશું. અત્યાર સુધી તમે વૈભવશાળી વસ્તુઓ અને સંપત્તિ વિશે જ જાણ્યું છે પરંતુ આજે અમે આપને જણાવશું કે, અંબાણી પરિવાર કતા ગામની ખાસ મીઠાઈનું સેવન કરે છે. અંબાણી પરિવારનું જીવન ખૂબ જ વૈભવશાળી છે અને તેમના જીવન જરૃરિયાતની દરેક વસ્તુઓ ખૂબ જ કિંમતી અને દેશ વિદેશોમાં થી આવે છે.
.
એ વાત તો સત્ય છે કે, અંબાણી પરિવાર દેશનો સૌથી ધનિક વ્યક્તિ હોવા છતાં પણ ખુબ જ સાદગીભર્યું જીવન જીવે છે. આમ પણ તેઓ મૂળ તો ગુજરાતી એટલે ખાવા પીવાનાં પણ ખૂબ જ શોખીન છે. અંબાણી પરિવારના ઘરે એક મીઠાઈ આવે છે અને આ મીઠાઈ કોઈ હાઈકલાસ રેસ્ટોરન્ટમાંથી કે સ્વીટ્સ ની દુકાનમાં થી નથી આવતી પરતું એક નાના એવા ગામમાં સામન્ય કંદોઇ પાસેથી આવે છે.

કહેવાય છે ને પૈસો આવ્યા પછી માણસનું રૂપ અને તેનો પહેવેશ તેમજ રહેણીકહેની બદલાય જાય પરતું તેનો સ્વભાવ ક્યારેય નહીં. મુકેશ અંબાણી ને જે રીતે ગાડીઓ નો શોખ છે બસ એવી જ રીતે મીઠાઈ ખાવાનો ખૂબ જ શોખ છે. આજે અમે આપને જણાવીએ કે, આ ખાસ મીઠાઈ ક્યાંથી આવે છે.મુકેશ અંબાણીના પરિવારને ઉત્તર પ્રદેશના એક નાનકડા ગામની મીઠાઈ ખાવાનો શોખ છે અને સૌથી ખાસ વાત એ છે કે તેમને આ ગામની મીઠાઈઓ એટલી પસંદ છે કે અંબાણી ખાસ કરીને હેલિકોપ્ટર દ્વારા એ ઓર્ડર કરે છે અને મીઠાઈ તેમના ઘરે પહોંચે છે.

ઉત્તર પ્રદેશ નું એક નાનકડું ગામ તિલ્હાર લોકો પોતાની મીઠાઈઓ માટે આકર્ષિત કરી રહ્યું છે. અહીં વર્ષોથી દૂધમાંથી બનેલી મીઠી લોંજ તૈયાર કરવામાં આવે છે. મધ્ય ભારતના કાલાકાંડ જેવી જ આ મીઠાઈ દૂધને ઉકાળીને બનાવવામાં આવે છે જે અંબાણી પરિવારની વહુ ટીના અંબાણી દ્વારા પણ વખણાય છે. અંબાણીની વહુ માટે તિલ્હારમાંથી ઘણીવાર મીઠાઈ મંગાવવામાં આવે છે. આ ખાસ મીઠાઈને લેવા માટે તેમનું અંગત હેલિકોપ્ટર ગામમાં ઉતરતું રહે છે. જ્યારે ટીના અંબાણીએ આ સ્વીટ ચાખી હતી ત્યારથી તે આ સ્વીટ પોતાના ઘરે ઓર્ડર કરતી રહે છે.

શાહજહાંપુર પાસેના રોજા ગામમાં અનિલ અંબાણીની થર્મલ પાવર પ્લાન્ટ છે. અંબાણી પરિવાર અહીં ઘણી વખત આવે છે અને જાય છે. વર્ષો પહેલા કોઈ સભા કે કાર્યક્રમમાં અમારી દુકાનમાંથી મીઠાઈઓ તેમના પ્લાન્ટમાં જતી. તે સમયે ટીના અંબાણીને આ સ્વીટ ખૂબ જ ગમી હતી. ત્યારથી પ્લાન્ટ અને મુંબઈમાં ઘણી વખત મીઠાઈ મોકલી છે. તેમનું ખાનગી હેલિકોપ્ટર તેમના પાવર પ્લાન્ટમાં મીઠાઈ લેવા આવતું હતું. પ્લાન્ટ સુધી જ મીઠાઈ સપ્લાય કરતા હતા. હાલમાં તેમને કોરોના પછી મીઠાઈ સપ્લાય કરી નથી.

અંબાણી પરિવાર પોતે મીઠાઈ માટે ખાંડ સહિત જરૂરી ડ્રાયફ્રૂટ્સ મોકલતા હતા. પછી અમારા કારીગરો તેને તૈયાર કરીને તેમને મોકલતા. અને અમે તેમના ઘરે યોજાનાર કેટલાક કાર્યક્રમોમાં 15 થી 16 કિલો લાઉન્જ મીઠાઈ પણ મોકલી છે. જ્યારે પણ તેમના પરિવારનો કોઈ પાવર પ્લાન્ટ આવે છે, ત્યારે ખાસ મીઠાઈનો ઓર્ડર આપવામાં આવ્યો છે. તેણે કહ્યું કે આ સ્વીટ તિલ્હારની ઓળખ બની ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!