Entertainment

ગ્રીષ્માની હત્યા પહેલા શુ થયુ હતુ ? જાણો ઘટના ની પહેલા નો ઘટનાક્રમ ગ્રીષ્મા ના પરોવારજનો…

ગ્રીષ્મા હત્યા કાંડ ને એક અઠવાડીયું પુરુ થવા આવ્યુ છે અને સમગ્ર ઘટના મા અનેક ખુલાસાઓ થયા છે બધા ની વચ્ચે વિડીઓ અને ઓડીયો પણ વાયરલ થયા હતા ત્યારે ગઈ કાલે પીલસે સમગ્ર ઘટના નુ રી રીપોર્ટીંગપણ કર્યુ હતુ જેમા ફેનીલ ગોયાણી ને ઘટના સ્થળ પર લાવવામાં આવ્યો હતો. આ ઘટના બનતા પહેલા ઘરે શુ થયુ હતુ એ બાબત watchgujarat.com ના એક અહેવાલ મા જણાવવા મા આવ્યુ હતુ જેમા ગ્રીષ્મા ના ફઈ એ સમગ્ર બાબત જણાવી હતી.

“તે દિવસે બહારથી ઘરે આવીને ગ્રીષ્મા ડ્રોઇંગ કરી રહી હતી. દરમિયાને તે વારે વારે ઘરના દરવાજાને જોતી હતી. આવું કેટલોક વખત ચાલ્યું અને ત્યાર બાદ તેણે દરવાજાની બહાર જઇને ડોકીયું કાઢ્યું તો ત્યાં તેને ફેનીલ ગોયાણી દેખાયો હતો. અને તે ડરી ગઇ અને તેણે સીધું મને આવીને કીધું કે પેલો બહાર દેખાય છે. આ વાતની જાણ મેં ગ્રીષ્માના ભાઇને કરી અને તે ઘરની પાછળના રસ્તે તેના મોટા પપ્પાને કહેવા માટે દોડ્યો.

ગ્રીષ્માના મોટા પપ્પાએ આવીને ફેનીલને સમજાવવાનો પ્રયાસ કર્યો. વાત શરૂ થઇ ત્યાં તો ફેનીલે તેની પાસે રાખેલો છરો હવામાં વિંઝવાનું શરૂ કરી દીધું. અને ગ્રીષ્માના મોટા પપ્પા અને તેના ભાઇને દુર કરવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. જો કે, ગ્રીષ્માના ભાઇ અને તેને મોટા પપ્પાએ તેને સમજાવવા માટેના પ્રયાસો ચાલુ રાખ્યા હતા. એટલામાં તો ફેનીલે છરો ગ્રીષ્માના ભાઇ તરફ વિંઝ્યો અને તેના હાથે કપાઇ ગયું. આ થતા તેના મોટા પપ્પા વચ્ચે આવ્યા તો ફેનીલે તેમના પેટમાં છરો મારી દીધો. છરાનો ઘા એટલો ઉંડો હતો કે તેણે છરો બહાર કાઢ્યો ન હતો.

આખરે મોટા પપ્પાએ જાતે જ તેમના પેટમાં મારવામાં આવેલો છરો કાઢ્યો. છરો કાઢતા જ તેમના પેટમાંથી લોહી વહી રહ્યું હતું. ત્યારે લોહી બંધ કરવા માટે હાજર લોકોમાંથી કોઇએ તેમને ઓઢણી આપી અને તે બાંધીને લોહી બંધ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સ્થિતી અંગે અમે કંઇ સમજીએ તેવામાં તો ફેનીલે કોઇ રીતે ગ્રીષ્માને ખેંચીને ઘરથી થોડાક ડગલા દુર લઇ ગયો.

ત્યાં જઇ તેણે ગ્રીષ્માને એક હાથે પકડી રાખી બીજા હાથમાં રહેલો છરો તેના ગળાની નજીક લાવી દીધો હતો. અને તેને આજીજી કરતા રહ્યા પણ ફેનીલે એક ના સાંભળી અને અમારી નજરોની સામે જ અમારી લાડકવાયીના ગળું ચિરાઇ ગયું અને તેના ગળામાંથી લોહીનો ધોધ વહેવા લાગ્યો. ત્યાર બાદ ગ્રીષ્મા પર ફેનીલની પકડ ઢીલી પડી અને તે ત્યાંજ જમીન પર ઢળી પડી. ગ્રીષ્માના પગ થોડીક સેકંડ માટે હલ્યા પછી જમીન પર સ્થિર થઇ ગયા. આ સમયે થયેલી મનોવેદના શબ્દોમાં કહેવી અશક્ય છે. આટલું કહેતા ગ્રીષ્માના પરિચીત ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!