ગ્રીષ્મા જેવી ઘટના ગાંધીનગરની યુવતી સાથે ઘટી! પ્રેમીએ કટર થી ગડું કાપ્યું અને હત્યા કરતા પહેલા તેને…
એક તરફી પ્રેમ હવે જાણે ખૂબ જ ઘાતક બની રહ્યો હોય એવું લાગી રહ્યું છે. હાલમાં જ એક તરફી પ્રેમની અનેક ઘટનાઓ બની રહી છે, ત્યારે હાલમાં જ ગાંધીનગરમાં પણ પ્રેમનો ખૂની ખેલ રમાયો હતો. આ ઘટના વિશે સંપૂર્ણ માહિતી જણાવીએ જેથી તમે પણ જાણી શકો કે, આ ઘટનામાં આખરે શું બનાવ બન્યો જેના લીધે યુવતી પર યુવકે કટર થી ઘા કર્યા. દિવ્યભાસ્કનાં અહેવાલો મુજબ જાણવા મળ્યું હતું કે, ગાંધીનગરમાં એક પ્રેમીએ તેની સગીર પ્રેમિકા પર કટર વડે હુમલો કરતા સગીરાને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવી છે.
ગાંધીનગરનાં અમરાપુર નદીનાં કોતરમાં પ્રેમીએ બળજબરી કરીને સગીર વયની પ્રેમિકાનું ગળું કટર વડે કાપવા માટે આડેધડ ઘા ઝીંકી દીધા હતા. આ બનવાની જાણ થતાં સ્થળ પર દોડી ગયેલા સગીરાના કાકાએ તાત્કાલિક 108ને બોલાવી ભત્રીજીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા છે. આ ઘટનાના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પર ઘટના સ્થળે દોડી ગયા હતા. હાલમાં સગીરાને સિવિલમાં સઘન સારવાર શરૂ કરાઈ છે
ધોરણ – 12માં અભ્યાસ કરતી સગીરા આજે સ્કૂલમાં પરીક્ષા આપવા ગઈ હતી. આ દરમિયાન સંજય સેધાજી ઠાકોર તેને રસ્તામાં મળ્યો હતો અને કહ્યું કે કાકા તને બોલાવે છે એટલે સગીરા તેના બાઈક પર બેસી ગઈ હતી. ત્યારે સંજય તેને અમરાપુર નદીના કોતરમાં લઈ ગયો હતો. અહીં થોડીક વાતચીત કર્યા પછી સંજય સગીરા સાથે બળજબરી કરવા લાગ્યો હતો.આ બાબતે બન્ને વચ્ચે કોઈ માથાકૂટ થતાં સંજય એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ધારદાર કટર વડે સગીરાના ગળાના ભાગે ઘા ઝીંકી ગળું કાપવા લાગ્યો હતો.
જેનો પ્રતિકાર કરતા સંજય ત્યાંથી નાસી ગયો હતો. બીજી તરફ ગળામાંથી પુષ્કળ લોહી વહી રહ્યું હોવા છતાં સગીરાએ જેમતેમ કરીને તેના કાકાને ફોન કરીને બોલાવી લીધા હતા.સ્થળ પર પહોંચેલી 108ની ટીમે સગીરાની પ્રાથમિક સારવાર કરીને ગાંધીનગર સિવિલ લઈ આવી હતી. સગીરા ભાગી જવાની જીદ કરતી હતી. જેનાં કારણે બન્ને વચ્ચે માથાકૂટ થતાં તેણે કટર થી ગળા પર હુમલો કર્યો હતો. જોકે, તેની આ થિયરી પોલીસના ગળે ઉતરતી ના હોવાથી સગીરા સ્વસ્થ થાય પછી તેની પુછતાછ કરવામાં આવનાર છે
