Gujarat

ફેનીલ ગોયાણી પર કાર ચોરી નો પણ કેસ નોંધાયેલો છે? જાણો ફેનીલ ગોયાણી નો ભુતકાળ કેવો હતો…

ગ્રીષ્માની હત્યા એ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે હાલમાં દિવસે ને દિવસે આ કેસ સાથે જોડાયેલી અનેક વાતો જાણવા મળી રહી છે. આજે અમે સૌથી ચોકવનારી વાત લઈને આવ્યા છે. ગ્રીષ્માની હત્યા કરનાર યુવક ફેનીલ ગોયાણી એ જે રીતે નિર્દયતા પૂર્વક યુવતી ની હત્યા કરી છે એ ખૂબ જ શરમજનક વાત છે. હત્યા બાદ તેને પોતે પણ ઝેરી દવા પી લીધી અને હાથની નસ કાંપી નાખી હતી. સમયસર તેને હોસ્પિટલમાં દાખલ કરતા તે હાલમાં સ્વસ્થ છે.

આ ઘટના બાદ ફેનીલ ને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો જ્યાં તેનું સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું હતું. આ દરમિયાન જાણકા મળ્યું હતું કે, મૃતક યુવતી પણ ફેનિલ ને પ્રેમ કરતી હતી પરંતુ આ વાતની જાણ તેમના પરીવારમાં થઈ જતા બંને અલગ થઈ ગયા હતા. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, ફેનીલ છેલ્લા એક વર્ષથી ગ્રીષ્માને પરેશાન અને છેડતી કરી રહ્યો હતો.આ વાતની જાણ તેમના પરિવાર પણ કરી હતી.

હાલમાં જ ત્યારે ફેનીલનાં ભૂતકાળ ની પણ એક ખબર સામે આવી છે, જેમાં જાણવા મળ્યું છે કે ફેનીલ આ ઘટના અગાઉ એક કાર ચોરીના કેસમાં પણ તેનું નામ નોંધાયેલ છે તેમજ ગ્રીષ્માની છેડતી કરવા બદલ તેની પોલીસમાં ફરિયાદ નોંધાયેલ હતી. આપણે જાણીએ છે કે, હાલમાં જ મુત્યુ ની ઘટના બાદ ફેનીલ અને તેના મિત્ર વચ્ચે નો વાર્તાલાપ નો ઓડિયો વાયરલ થઈ રહ્યો છે..

ખરેખર આ ઘટના ખૂબ ન ઘાતકી છે અને સૌથી દુઃખ વાત કે પરિવારની નજર સામેં જ એક જ પળમાં દીકરીનું ગડું કાપી નાખ્યુ. આ ઘટના એ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ ભારત ભરમાં આ ઘટના નો કિસ્સો જાણવા મળી રહ્યો છે. એક વાત આ ઘટના પરથી શીખવા મળે કે, જીવનમાં પ્રેમ કરો તો એ વ્યક્તિને પામવાની ઈચ્છા ક્યારેય ન રાખતા કારણ કે, સાચો પ્રેમ પામવા માટે નહિ પરંતુ ચાહવા માટે જ થાય છે. ફેનીલ જે પણ કર્યું એ ઘટના એ સુરત ને અંધકારમાં લઇ ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!