India

આવા અનોખા લગ્ન પહેલા ક્યારે પણ નહી જોયા હોય ! 20 ઊંટ સાથે વરરાજા ધમાકેદાર એન્ટ્રી અને

લોકો લગ્નને ખૂબ જ યાદગાર બનાવવા ખાસ રિતે આયોજન કરે છે. હાલમાં સમયમાં તમે સોશિયલ મીડિયામાં અનેક લગ્નનો વિશે સાંભળ્યું હશે જેમાં જૂની પરંપરા મુજબ જેમ લગ્ન યોજાતા એવી રીતે પણ આજના યુવાનો લગ્ન કરી રહ્યા છે.

ત્યારે હાલમાં રાજસ્થાનમાં ખૂબ જ અનોખી રીતે લગ્ન યોજાયા આ લગ્ન તમે જોયા પણ નહીં હોય અત્યાર સુધી. તમે લગ્નની જાનમાં આલીશાન અને ભવ્ય કારો અને બાઇક જોય હશે પરતું એક એવી જાન નીકળી જેમાં જાનૈયાઓ ઊંટ પર સવાર થયેલા

ચાલો આ લગ્ન વિશે અમે આપને વધુ માહિતગાર કરીએ.
જાનૈયાઓ 20 ઊંટ પર સવાર થઈને બે કલાકમાં સાત કિલોમીટરની મુસાફરી કરીને દુલ્હનના ઘરે પહોંચ્યા હતા.સૂત્ર દ્વારા મળેલી માહિતી મુજબ આ લગ્ન બાડમેર શહેરના દાનજી કી હોદીના રહેવાસી દલસિંહના એન્જિનિયર પુત્ર મલેશ રાજગુરુના લગ્ન હતા.

મીડિયા રિપોર્ટ મુજબ જાણવા મળ્યું હતું કે, વરરાજાના દાદાની ઈચ્છા હતી કે પૌત્રની જાન ઊંટ પર નીકળવી જોઈએ. આ માટે છેલ્લા 5 મહિનાથી તૈયારી કરી રહ્યા હતા. આવી રીતે જાન નિકળતા સૌ કોઈ આ નિર્ણયનાં વખાણ કર્યા હતા કારણ કે જૂની સંસ્કૃતિ પાછી લાવી રહ્યા છો. આ જાનને જોવા લોકો ફોન કરીને પૂછતા રહ્યા કે શોભાયાત્રા કયા રસ્તે જશે.

આ ઊંટની જાન ખૂબ જ ખાસ હતી કારણ કે, જાનમાં જતા પહેલા દુલ્હનની જેમ શણગારવામાં આવ્યા હતા. ઊંટના ગળામાં ગોરબંદનો ઉપયોગ થતો હતો. ગળામાં ચાંદી અને ઝરીની એમ્બ્રોઇડરીવાળી પટ્ટીઓ પહેરવામાં આવી હતી, નેવરી અને ઝાંઝર પગમાં પહેરવામાં આવ્યા હતા. ઊંટ પર બે લોકો માટે બેસવાની જગ્યા હતી તેમની માટે ગાદીઓ બનાવામાં આવી હતી. લુમ્બા-ઝુંબા ગળાથી પગ સુધી બંને બાજુ પહેરવામાં આવ્યા હતા. તે રંગબેરંગી હોય છે. મોં, કાન અને નાકને ઢાંકીને ચાંદીના ભરતકામવાળા મોહરા પહેરવામાં આવ્યા હતા.

વરરાજાના દાદા અને પરદાદાની જાન ઊંટ પર ગઈ હતી.યુવકે આજના સમયને અનુરૂપ ને બદલે મદાદાની જાનની જેમ મારી જાન પણ ઊંટો પર કાઢી.જૂની સંસ્કૃતિને જીવંત રાખવા અમે ઊંટ પર શોભાયાત્રા કાઢી છે.જેસલમેરથી 20 ઊંટ લાવવામાં આવ્યા હતા. એક ઊંટની કિંમત 11 હજાર રૂપિયા અને ખાવા-પીવાનો ખર્ચો અલગથી લાગ્યો છે. તમામ ઊંટો પાછળ ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!