Gujarat

પાવાગઢના ખોદકામ દરમ્યાન પ્રાચીન કાળના ટોપગોળા અને નાળચા મળી આવ્યા ? જોવા માટે ટોળા ઉમટી પડ્યા..

પંચમહાલ જીલ્લા ના હાલોલ નજીક આવેલ ધાર્મિક સ્થળ જે શક્તિપીઠ પાવાગઢ આવેલું છે. પાવાગઢ ના માચી જીલ્લા પંચાયત ની જમીન ઉપર ધર્મશાળાની જગ્યા એ ખોદકામ કરતા જમીન માંથી ખોદકામ દરમ્યાન રજવાડા સમય ના તોપગોળા અને ટોપ ચલવવા નું નાળચું મળી આવ્યું છે. આ જગ્યા એ ધર્મશાળા ને તોડીને મોટો ચોક બનાવવાનું કામ ચાલુ હતું ત્યારે જમીન માંથી મળી આવેલ પ્રાચીન અવશેષો જોવા માટે ભારે ભીડ એક્ઠી થાય ગઈ હતી.

બનાવ ની મળતી માહિતી મુજાબ ચામુંડા માતાનું પ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢમાં આવેલું છે. જ્યાં મોટી સંખ્યામાં ભાવિકો માતાજીના દર્શનાર્થે આવતા હોય છે. અમુક ખાસ દિવસોમાં તો અહી જાણે કીડીયારું ઉભરાતું હોય તેવો માહોલ બનવા પામતો જોવા મળે છે.તેવામાં યાત્રાળુઓની સગવડતા માટે માચી માં આવેલ જૂની ધર્મશાળાની જગ્યાએ હોલ બનાવવાનું કાર્ય શરુ કરવામાં આવ્યું. 

જેથી વધારે યાત્રાળુઓ ત્યાં વિશ્રામ કરી શકે તો આ કામગીરી દરમ્યાન ખોદકામ વખતે મોટી સંખ્યામાં તોપના ગોળા તેમજ તોપ ચલાવવાના નાળચા મળી આવ્યા હતા. મોટી સંખ્યામાં તોપના ગોળા વગેરે પ્રાચીન અવશેષો મળી આવતા સ્થાનિકોમાં ઉતેજના વ્યાપી ગઈ હતી અને માણસોની ભીડ જામી ગઈ હતી. આથી મળી આવેલ અવશેષોને બાજુ પર મુકીને કામગીરી પર હાલમાં રોક લગાવી દેવામાં આવી છે.

સમગ્ર મામલે ગ્રામપંચાયતના સભ્ય ધવલભાઈએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે ખોદકામ દરમ્યાન મોટી સંખ્યામાં તોપના ગોળા વગેરે પ્રાચીન અવશેષો મળી આવતા મળી આવેલ સામગ્રી રાજાશાહી વખતની હોવાનું અનુમાન છે. પ્રાચીન અવશેષો મળી આવતા આ અંગેની જાણ પુરાતત્વ વિભાગને કરી હાલ કામગીરી સંપૂર્ણ બંધ કરી દીધેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!