Gujarat

સંતાનોએ માતા પિતાનાં 50 વર્ષ પછી ફરી ધામધૂમથી લગ્ન કરાવ્યાં! પ્રિ વેડિંગ શૂટ થી લઈને….

હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે, ત્યારે એક ખૂબ જ અનોખા લગ્ન થયા. કહેવાય છે ને કે, જીવનમાં લગ્ન એ ખૂબ જ યાદગાર પ્રસંગ છે. દરેક વ્યક્તિ આ દિવસને જીવનના અંત સુધી યાદ રાખે છે. આમ પણ કહેવાય છે.

ને કે, લગ્ન પછી લગ્નની વર્ષગાંઠ પણ લોકો ખૂબ જ ધામધૂમથી ઉજવે છે, ત્યારે ચાલો અમેં આપણે એક એવા લગ્નની વાત કરીશું કે, જેમાં કોઈ નવ યુગલ નહીં પરંતુ ઘડપણ ની ઉંમરે આવી ને ફરી પાછા લગ્ન કર્યા છે.

હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, અમદાવાદમાં એક અનોખા લગ્ન યોજાયા હતા. અહીં એક દાદા દાદીએ ઢળતી ઉંમરે ફરીથી લગ્ન કરવાના અભરખા જાગ્યા હતા. અને દાદા-દાદીએ પોતાના પરિવાર સાથે લગ્નના તાંતણે બંધાયા હતા.અમદાવાદમાં 72 વર્ષના દાદાએ કર્યા 66 વર્ષની દાદી સાથે લગ્ન કર્યા હતા. 72 વર્ષના રસિકભાઈ ચૌહાણે 66 વર્ષના રંજનબેન સાથે લગ્નના 50 વર્ષ પૂરા થતા ફરી એક વાર અનોખી રીતે લગ્ન કર્યા હતા.

આમ પણ કહેવાય છે ને કે, પ્રેમ ક્યારેય ઓછો જ નથી થતો. પ્રેમ તો ઉંમર ની સાથે વધુ ગાઢ થતો જાય છે. જ્યારે પોતાના લગન જીવનની 50 મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છે, ત્યારે તેમને ફરી અગ્નિ સાક્ષીએ ફેરા ફરીને પોતાના જીવનના આગલા સાથે રહેવાનું વચન લીધું. આમ પણ આ દંપતીએ પહેલાં લગ્ન વિધિમાં તેમને જે અરમાનો પૂરા નહોતા કર્યા એ પણ બધા જ અરમાનો પુરા કર્યા હતા.

સૌથી મહત્વની વાત એ કે, આ લગ્ન તેમણે એવી રીતે કર્યા જાણે બંને હજુ તો લગ્ન જીવનમ માં પ્રભુતા પાડી રહ્યા છે.50 વર્ષ પહેલાં પ્રી વેડિંગનો કોન્સેપ્ટ ન્હોતો ત્યારે આ દાદા દાદીએ લગ્ન પહેલા પ્રી વેડિંગ શૂટ કર્યું અને ઘોડી પર પણ ચડ્યા જ્યારે દાદીએ 50 વર્ષના લગ્નજીવનને બાળકો સાથે માણ્યુ હતું.પરિવારના મોભી એવા રસિકભાઈ ચૌહાણ અને રંજનબેન પોતાના લગ્ન જીવન માટે પરિવારના તમામ શભ્યોએ શુભકામનાઓ પાઠવી હતી. અને આ ઉંમરે ફરીથી લગ્ન કરવાનો અનેરો આનંદ મ્હાણ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!