Gujarat

લગ્ન મંડપે પહોંચે એ પહેલા જ વરરાજા નુ કમકમાટીભર્યું મોત નિપજ્યું ! ડ્રાઈવર ને ઝોકુ આવતા કાર….

હાલ જ લગ્ન ની સિઝન ચાલી રહી છે ત્યારે અનેક ઘટના ઓ એવી પણ સામે આવી રહી છે જે કાળજુ કંપાવી દે છે. ઘણી જગ્યા એ અકસ્માત ની ઘટના ઓ સામે આવી રહી છે. ત્યારે ફરી એક એવા અકસ્માત ની ઘટના સામે આવી છે જેમા વરરાજા નુ કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. આ ઘટના અંગે જાણવા મળ્યુ હતુ કે ડ્રાઈવર ને જોકુ આવવાના કારણે આ અકસ્માત ની ઘટના બની હતી.

ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર મધ્ય પ્રદેશ ના ધાર જીલ્લા મા આ ઘટના બની હતી જેમા વરરાજા ની કાર ને અકસ્માત નડ્યો હતો. અક્સમાત ની ઘટના ધાર જીલ્લાના ફુલગાંવડી પાસે બન્યો હતો જેમા કાર પલ્ટી મારી ને ખેતર મા પહોંચી ગઈ હતી અને વરરાજા ને ગંભીર ઈજાઓ પહોચતા ઇન્દોર રીફર કરવામા આવ્યો હતો જેમા સારવાર દરમ્યાન કરુણ મોત નિપજ્યું હતુ.

આ ઘટના મા જાણવા મળ્યુ હતુ કે વરરાજા બડવાની જિલ્લાના ટિટગારિયા (ખેડા) ગામના રહેવાસી રિતેશના લગ્ન લાબરિયા ગામની જ્યોતિ સાથે નક્કી થયા હતા. લગ્ન માટે જાન રવાના થય હતી અને વરરાજા લગ્ન સ્થળ સુધી પહોંચે એ પહેલા જ કાર ડીવાઈડર સાથે અથડાઈ હતી અને અકસ્માત મા મોત નીપજ્યું હતુ. લગ્ન મંડપ મા મહેમાનો રાહ જોઈ રહ્યા હતા અને વરરાજા ના મૃત્યુ ના સમાચાર મળતા સમગ્ર પંથક મા હાહાકાર મચી ગયો હતો.

આ ઘટના નજરે જોનાર નુ કહેવુ છે કે કાર કાર મે કુલ પાંચ લોકો હતા જેમા અક્સમાત થયો ત્યારે કાર 15 ફુટ જેટલી ઉજળી હતી અને ઈજાગ્રસ્તો ને સારવાર આટે હોસ્પીટલે ખસેડવા મા આવ્યા હતા જેમા વરરાજા અને તેના પિતરાઈ ભાઈ નુ રસ્તા મા જ મોત નિપજ્યું હતુ. આ ઘટના મા ઈજાગ્રસ્ત લોકો ના નામ રાધિકા, આરતી, કિશોર જાણવા મળ્યા હતા. હાલ આ ઘટના અંગે પોલીસ તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!