જાનૈયાઓને ભરખી ગયો કાળ! કાર ચંબલમાં ખાબકતા વરરાજા સહિત 9 લોકોનું મોત…
લગ્નના ગીત મરશિયામાં ગુંજી ઉઠ્યા! હાલમાં જ રાજસ્થાનના કોટામાં વરરાજા સહિત 9 જેટલા જાનૈયાઓને લઈને જઈ રહેલી કાર ચંબલ નદીમાં ખાબકી હતી. દુર્ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને બચાવ ટુકડી ઘટના સ્થળેથી પહોંચી હતી. નદીમાં ડૂબેલા તમામ લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે.
જાન ચૌથના બરવાડાથી ઉજ્જૈનના ભૈરુનાલા જઈ રહી હતી. તમામ 9 લોકો એક જ કારમાં સવાર હતા.દુર્ઘટના રવિવારે સવારે 5.30 વાગ્યે ઘટી હતી. છી વહેલી સવારે રેસ્ક્યૂ ઓપરેશન હાથધરવામાં આવ્યું હતું. ક્રેનની મદદથી કારને બહાર કાઢી લેવામાં આવી હતી.
આ અકસ્માતમાં વરરાજા અવિનાશ, વરરાજાના ભાઈ કેશવ, કાર ડ્રાઈવર ઈસ્લામનું મોત થયું હતું. બાકીના મૃતકો જયપુરના રહેવાસી હતા. જેમાં જયપુરના ટોંક ફાટકના રહેવાસી કુશલ અને શુભમ,ટ્રાન્સપોર્ટ નગરના રહેવાસી રાહુલ, ટોંક ફાટકના રહેવાસી રોહિત, ઘાટગેટના રહેવાસી વિકાસ, માલવિયા નગરના રહેવાસી મુકેશનું મૃત્યુ થયું હતું.મતકોમાં વરરાજા અવિનાશ વાલ્મિકિ પણ સામેલ છે. સાથે જાનૈયાઓની એક બસ પણ જઈ રહી હતી, જે આગળ નીકળી ગઈ હતી.
આ બસમાં 70 લોકો સવાર હતા. આ લોકો બરવાડાથી 2 વાગ્યે રવાના થયા હતા.તમામ લોકો કેશોરાયપાટનમાં ચા પીવા માટે રોકાયા હતા. તે પછી બસ આગળ નીકળી ગઈ હતી. જ્યારે બસ કોટા પાર કરી ગઈ હતી, તો તેમાં બેઠેલા જાનૈયાઓને લાગ્યું કે કાર ઘણી દૂર રહી ગઈ છે. પછીથી સમાજના લોકોએ ફોન કરીને માહિતી આપી કે કાર ચંબલમાં પડી ગઈ છે. આ ઘટના થી પરિવારજનોના શોકની લાગણીઓ છવાઈ ગઈ તેમજ એક જ પળમાં વિધાતા એ લગ્નના પ્રસંગને માતમમાં ફેરવાય ગયો.
