Gujarat

ભલભલા સાપો ને પકડી લેનાર “સ્નેક મેન” નુ સાપ કરડવાથી હાલત ગંભીર ! જુવો વિડીઓ

દુનિયા માં એવા પણ જીવો વસે છે જેમના કરડવા માત્ર થી જીવ ઉપર જોખમ આવી પડે છે, જોખમ પણ એવું કે ઘણી વખત લોકોનો જીવ પણ જતો રહે છે, આવા કેટલાક જીવોમાનો એક જીવ છે સાંપ જેમના કરડવાથી લકવો થવો, શ્વાસ રુંધાવો, લોહી ગંઠાઈ જવું વિગેરે કારણો સર દર વર્ષે દુનિયામાં હજારો લોકો પોતાનો જીવ ગુમાવે છે.

ભારત માં ૬૦ પ્રકાર ના ઝેરી સાંપ જોવા મળી આવે છે, જેમાં સૌથી સામાન્ય રીતે નાગ એટલેકે કોબ્રા નો સમાવેશ થાય છે, જે લગભગ ભારત ના દરેક રાજ્યો માં મળી આવે છે. હાલમાં એક બનાવ કેરળના કોટ્ટિયમ માં સામે આવ્યો, જેમાં એક યુવાન હાથ વડે નાગ પકડવા જતાં સાંપ તેને કરડી જાય છે. સોશિયલ મીડિયા માં હાલ આ ભયાનક ઘટના નો વિડિયો સામે આવતા વિડિયો જોઈ રહેલા તમામ લોકો આ યુવાન માટે પ્રાર્થના કરી રહ્યા છે.

બનાવ ની વિસ્તૃત વાત કરીએ તો આ ઘટના કોટ્ટિયમ જિલ્લાના કુરિચી ગામની છે જ્યાં એક વિશાળ કોબ્રા દેખાતા સ્થાનિકો માં ગભરાટ ફેલાયો હતો, સુરેશ સાંપ પકડવા માં માહેર હોવાથી ગામજનો એ કોબ્રા ને પકડવા માટે સુરેશ ને બોલાવ્યો હતો. પરંતુ બનાવ ના દિવસે વિધાતા એ કઈક બીજું જ વિચાર્યું હશે. વાયરલ થયેલા વિડિયો માં જોઈ શકાય છે કે સુરેશએ કોબ્રા ને હાથ માં પકડ્યો છે, જેમાં કોબ્રા ની લંબાઈ લગભગ ૫-ફૂટ જેવી જણાય રહી છે. આસપાસ લગભગ ૭૦ થી વધુ ગામના લોકો આ આખો કિસ્સો પોતાની આંખે નિહાળી રહ્યા છે જ્યારે કેટલાક લોકો આ ઘટના ને વિડિયો માં કેદ પણ કરી રહ્યા જણાય છે.

સુરેશ કોબ્રા ની પૂંછ પકડી ને કોબ્રા ને કોથળા માં લેવા પ્રયત્નો કરતો જણાય છે, તેના આ પ્રયત્ન દરમિયાન કઈક એવું બન્યું કે લોકો માં દોડધામ મચી ગઈ હતી. હકીકત માં કોબ્રા ને કોથળા માં નાખતી વખતે સુરેશ નું ધ્યાન સાંપ પર થી હટતું દેખાય છે અને કોબ્રા તેના પગ પર પોતાના સોય જેવા દાંત થી ઝેર ઠાલવી દે છે, સુરેશની નજીકમાં ઉભેલા વ્યક્તિઓ બૂમો પાડવા લાગે છે. ત્યારબાદ સુરેશ ને હોસ્પિટલ ખસેડી જવામાં આવ્યો. જ્યાં પ્રાથમિક સારવાર દરમિયાન માલૂમ પડ્યું કે કોબ્રા એ એટલો ભયાનક હુમલો કર્યો હતો કે, કોબ્રા નાં દાંત સુરેશ નાં પેન્ટમાં લાંબા સમય સુધી અટવાઈ રહેલા હતા.હાલમાં સુરેશ ની હાલત નાજુક છે તેવી જાણ હોસ્પિટલ પ્રશાસન દ્વારા કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!