India

પ્રેમ હોય તો આવો ! પત્નીને બચાવવા ખર્ચ કર્યા 1.25 કરોડ રૂપિયા અને અંત મા જે કર્યુ

પ્રેમના આપણને અનેક કિસ્સાઓ જાણવા મળતા હોય છે. જેમાં પ્રેમી પોતાના પ્રિય પાત્ર માટે બહુમૂલ્ય ઉપહાર કે પછી કાંઈક યાદગાર વસ્તુઓ બનાવે છે. પરતું હાલમાં જ એક પ્રેમીએ પોતાના પત્નીના જીવને ખાતર સવા કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા. એક તરફ પ્રેમના દિવસે લોકો ગુલાબ, કાર્ડ, ગિફ્ટ આપી રહ્યા છે, ત્યારે એવા સમયમાં રાજસ્થાનનાં યુવકે પોતાની પત્નીનો જીવ બચાવવા માટે પોતાનું સર્વસ્વ દાંવ પર લગાવી દીધું.

જ્યાં ખરો પ્રેમ હોય ત્યાં જ પ્રેમની જીત થાય છે.જીવનમાં આવેલી મુશ્કેલીઓની સામે હારી જવા કરતા તેની સામે લડીને હારવું વધારે સારું રહે કારણ કે, મનને એક શાંતિ તો રહે કે મેં પરિસ્થિતિઓનો સામનો કર્યો.ડોક્ટર સુરેશ ચૌધરીએ કોરોનાગ્રસ્ત પત્નીની સારવાર માટે પોતાની MBBSની ડિગ્રી આપીને લોન લીધી.

સારવાર માટે પૈસા ભેગા કરવાના હતા, એટલે MBBS ડિગ્રી આપીને 70 લાખ રૂપિયાનું બેંકથી લોન લીધું હતું, પોતાની સેવિંગ માત્ર 10 લાખ રૂપિયા હતી અને મિત્રોએ તેમજ સહકર્મચારીઓએ 20 લાખ આપ્યા હતા. તેમજ 15 લાખ રૂપિયામાં પોતાનો એક પ્લોટ વેચી નાંખ્યો, અન્ય સંબંધીઓ પાસેથી પૈસા ઉધાર લીધા હતા.

સુરેશ ચૌધરી પાલી જિલ્લાના ખૈરવા ગામનો નિવાસી છે, તે પત્ની અનિતા અને 5 વર્ષીય પુત્રની સાથે રહે છે. પત્નીની કોરોનાના કારણે તબિયત બગડી હતી. તેણે તીવ્ર તાપ આવ્યો અને ટેસ્ટ કરાવ્યા પછી તેનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો હતો, થોડા સમય પછી તેની તબિયત હજુ વધુ ખરાબ થતી ગઈ, સુરેશ પત્નીને લઈને બાંગડ હોસ્પિટલ પહોંચ્યો, પણ ત્યાં એક પણ બેડ ખાલી ન હતો, તેના પત્નીની તબિયત સમયની સાથે વધુ ખરાબ થતી ગઈ, પછી સુરેશ પત્નીને લઈને જોધપુર એમ્સ પહોંચ્યો અને ત્યાં તેણે દાખલ કરી

અનિતાની સ્થિતિ ખૂબ ખરાબ છે, તેના લંગ્સ 95 ટકા ખરાબ થઇ ગયા છે અને તેણે વેન્ટિલેટર પર શિફ્ટ કરવામાં આવી રહ્યું છે, ડોક્ટર્સે કહ્યું કે અનિતાનું બચવું મુશ્કેલ છે, છતાં સુરેશે હાર ન માની અને પોતાની પત્નીને લઈને અમદાવાદ ગયો. 1 જૂનને સુરેશે અનિતાને એક પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કર્યું હતું.સારવાર માટે દૈનિક 1 લાખથી વધુ રૂપિયા ખર્ચ કર્યા સારવારના કારણે દેવું વધી રહ્યું હતું, અનિતા અંદાજે 87 દિવસ સુધી હોસ્પિટલમાં રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!